હોટ સ્પ્રિંગ અને દેપ્સાંગથી સેનાને પીછેહઠ અંગે ચર્ચા શક્ય

0
4

લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ(LAC) પર ચાલી રહેલા તણાવને ખતમ કરવા માટે આજે ભારત-ચીનના મિલેટ્રી ઓફિસર્સની બેઠક યોજાશે. કમાંડર લેવલની આ 10મી વાતચીતમાં ગોગરા, હોટ સ્પ્રિંગ અને દેપ્સાંગમાં ડિસએન્ગેજમેન્ટ અંગે ચર્ચા થઈ શકે છે. બેઠક ચીનની સાઈડ વાળા મોલ્ડો એરિયામાં થશે.

અત્યાર સુધી 9 બેઠકોમાં પૂર્વ લદ્દાખમાં ઉત્તર અને દક્ષિણ પેગોન્ગ લેક વિસ્તારમાં ડિસએન્ગેજમેન્ટ અંગે વાતચીત થઈ હતી. સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ડિસએન્ગેજમેન્ટ પછી બન્ને દેશોની સેના પોત પોતાની પરમેનેન્ટ પોસ્ટ સુધી પહોંચી ગઈ છે.

કરાર હેઠળ પીછેહઠ કરી રહી છે ચીની સેના

પૂર્વ લદ્દાખની પેગોન્ગ લેકથી ચીની આર્મી પીછેહઠ કરવા લાગી છે. ભારતીય સેનાએ મંગળવારે ડિસએન્ગેજમેન્ટની તસવીર અને વીડિયો શેર કર્યા હતા. જેમાં ચીની આર્મી પોતાનો સામાન લઈને પાછી આવતી જોવા મળી રહી છે. આટલું જ નહીં, ચીની સેનાએ આ વિસ્તારોમાંથી પોતાના બંકર તોડી નાંખ્યા છે. સાથે જ ટેન્ટ, તોપ અને ગાડીઓ પણ હટાવી લીધી છે. લગભગ 10 મહિનાથી અહીંયા ચીનની સેનાએ કબજો કર્યો હતો.

એક મહિના પહેલા 9માં તબક્કાની વાતચીત થઈ હતી

ભારત અને ચીન વચ્ચે કોર કમાંડર લેવલની 9મી વખત વાતચીત લગભગ એક મહિના પહેલા થઈ હતી. આ મીટિંગ ઈસ્ટર્ન લદ્દાખમાં ચુશૂલ સેક્ટર સામે મોલ્ડોમાં થઈ હતી. આ વિસ્તારમાં બન્ને સેનાઓ વચ્ચે ઘણા મહિનાથી તણાવ ચાલી રહ્યો હતો. જેનો નિવેડો લાવવા માટે 8 વખતની વાતચીતમાં કોઈ ખાસ પરિણામ આવ્યું ન હતું. 9મી બેઠકમાં ડિસએન્ગેજમેન્ટની સમજૂતી પર સહમતિ બની ગઈ.

એક મહિના પહેલા 9માં તબક્કાની વાતચીત થઈ હતી

એક મહિના પહેલા 9માં તબક્કાની વાતચીત થઈ હતી

ઘણા મહિનાથી સામ સામે હતા સૈનિક

ગલવાનમાં થયેલી હિંસક અથડામણ પછી ભારત અને ચીનના સંબંધ ખરાબ ચાલી રહ્યાં છે. બન્ને સેનાઓ મોટી સંખ્યામાં હથિયાર અને હજારો સૈનિકો સાથે સામ સામે છે. ભારતે આર્મી, એરફોર્સ અને નેવી ત્રણ ખતરનાક કમાન્ડો આ વિસ્તારમાં તહેનાત કરીને રાખ્યા છે. ફાઈટર જેટ ઘણા મહિનાથી સતત ઉડાન ભરી રહ્યાં છે. લાંબી તહેનાતીના હિસાબથી ભારતે રસદ સહિત બીજો જરૂરી સામાન પહેલા જ પહોંચાડી દીધો હતો.

બન્ને સેનાઓ મોટી સંખ્યામાં હથિયાર અને હજારો સૈનિકો સાથે સામ સામે છે.

બન્ને સેનાઓ મોટી સંખ્યામાં હથિયાર અને હજારો સૈનિકો સાથે સામ સામે છે.

ચીને કબૂલાત કરી કે ગલવાનમાં તેના 5 જવાન માર્યા ગયા છે

ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે શુક્રવારે 16 જૂન 2020માં થયેલી અથડામણનો વીડિયો શેર કર્યો છે. ચીને કબૂલાત કરી છે કે આ અથડામણમાં તેના 5 સૈનિક માર્યા ગયા હતા. તેણે ભારત પર જ સમજૂતી તોડવાનો આરોપ લગાવ્યો. ત્યારપછી તેણે વીડિયો શેર કર્યો. ચીને વીડિયોમાં તેના માર્યા ગયેલા સૈનિકોની તસવીર અને ભારતીય અધિકારીઓ સાથે બોલાચાલી પણ બતાવી છે. ચીને 3 મીનિટ 20 સેકન્ડનો વીડિયો શેર કર્યો છે. ચીનના સ્ટેટ મીડિયાના વિશ્લેષક શેન શિવાઈ તરફથી કરાયેલા ટ્વિટ આ વીડિયોમાં આરોપ લગાવાયો છે કે ભારતીય સૈનિકોના ચીની ક્ષેત્રમાં ગેરકાયદે ઘુસવાનો પ્રયાસ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here