પાકિસ્તાનમાં આતંકીઓ બેફામ થયા હોવાનું મળ્યું જોવા
પાકિસ્તાનમાં યાત્રી બસ પર કરાયો આતંકવાદી હુમલો
અંધાધૂધ ફાયરિંગ બાદ બસની ટ્રક સાથે થઇ ટક્કર
પાકિસ્તાનમાં આતંકીઓ બેફામ થઈ ચુકયા છે અને એક પછી એક આતંકી હુમલા થઈ રહ્યા છે. ત્યારે હવે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરના ગિલગિટ બાલ્ટિસ્તાનનો વારો આવ્યો છે. અહીંયા એક બસ પર આતંકીઓએ હુમલો કરીને અંધાધૂધ ફાયરિંગ હોવાનું સામે આવ્યું છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, કિસ્તાનના ગિલગિટ બાલ્ટિસ્તાન પાસે આતંકી હુમલો થયો હતો. હુમલો ગિલગિટ બાલ્ટિસ્તાનના ચિલાસ કોહિસ્તાન જવાના રસ્તે લગભગ 15 કિલોમીટર દૂર પેસેન્જર બસ પર થયો હતો. અહીં બસ પર થયેલા ફાયરિંગમાં ઓછામાં ઓછા 8 લોકો માર્યા ગયા અને 26 ઈજાગ્રસ્ત થયો હતા. આ અંગે માહિતી આપતા ડેપ્યુટી કમિશનર દિયામર આરિફ અહેમદે જણાવ્યું હતું કે, બસ પર થયેલા હુમલામાં કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં 2 સુરક્ષાકર્મીઓનો પણ સમાવેશ થાય છે અને નાગરિક સંરક્ષણ અધિકારી સહિત 26 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.