અફવા : નસીરુદ્દીન શાહ અને બપ્પી લહેરીની તબિયત ખરાબ હોવાની વાત ખોટી, નસીરના દીકરા વિવાને અફવા દૂર કરી

0
26

મુંબઈ. 29 અને 30 એપ્રિલના રોજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બે મહાન એક્ટર ઈરફાન ખાન અને રિશી કપૂરે વિદાય લીધી. ત્યારબાદ ગુરુવારે સાંજે સોશિયલ મીડિયા પર એક્ટર નસીરુદ્દીન શાહ અને સિંગર બપ્પી લહેરીની તબિયત ખરાબ છે અને તેમને હોસ્પિટલમાં એડમિટ કરાયા છે એવી વાત ફેલાઈ હતી. જોકે, આ વાત સાવ ખોટી છે. નસીરના દીકરા વિવાન શાહે ટ્વીટ કરીને આ અફવાઓનો છેદ ઉડાવી દીધો છે.

વિવાને લખ્યું કે, બધું બરાબર છે. બાબા ઠીક છે. તેમના સ્વાસ્થ્યને લઈને ફરતી અફવાઓ ખોટી છે. તે એકદમ સ્વસ્થ છે. ઈરફાન ભાઈ અને ચિન્ટુ જી માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. તેમને ઘણા યાદ કરી રહ્યા છીએ. તેમના પરિવારની સહાનુભૂતિ. આ આપણા બધા માટે મોટું નુકસાન છે.

બપ્પી પણ સ્વસ્થ, રિશી કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું 

બપ્પી લહેરીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેને કારણે તેને હોસ્પિટલ ખસેડાયા છે આવી અફવા હતી. પરંતુ આ ખોટી વાત છે અને તેઓ એકદમ સ્વસ્થ છે. તેમણે ગુરુવારે રાત્રે એક ટ્વીટ કરીને રિશી કપૂરના મૃત્યુ પર દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, હું આઘાતમાં છું અને મારી પાસે કોઈ શબ્દ નથી. મારો ભાઈ, એક સાચો મ્યુઝિકલ હીરો ખોઈ દીધો. તારી યાદ આવશે. તેમના પરિવારને સહાનુભૂતિ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here