Thursday, April 18, 2024
Homeઊંઝા : વેપારીની ત્રણ ફર્મમાં આઈટીના દરોડા, શંકાસ્પદ વ્યવહારો ઝડપાયા
Array

ઊંઝા : વેપારીની ત્રણ ફર્મમાં આઈટીના દરોડા, શંકાસ્પદ વ્યવહારો ઝડપાયા

- Advertisement -

મહેસાણા: છત્તીસગઢમાં સ્ટીલ ખાણના હબ રાયપુરમાં સ્ટીલ-લોખંડના ખરીદ-વેચાણના કનેકશનમાં સંકળાયેલ ઊંઝાના એક વેપારીની ત્રણ ફર્મ, રહેણાક સ્થળે બે દિવસથી શંકાસ્પદ વ્યવહારોને લઇને આયકરની ઇન્વેસ્ટીગેશન ટીમે દરોડા કર્યા છે, ફર્મના મુખ્ય માલિક બહાર હોઇ ગુરુવારે પણ તપાસ ચાલુ રહી હતી.ત્યારે બિલીગ વગરના કે ખોટા ખર્ચ પાડીને અધ્ધરીયા નાણાકીય વ્યવહારોમાં મોટાપાયે કરચોરી બહાર આવી શકે તેવી શક્યતાઓ રહેલી છે.

ઊંઝામાં ડ્રેડર્સ પેઢીઓ ઇન્ડિયા સ્ટીલ ઇમ્પેક્ષ, જય દુર્ગા ઇસ્થાન, ઉમા સ્ટીલ ટ્રેડીંગ એમ ત્રણ ફર્મ એક જ વેપારીની છે. તેઓ છત્તીસગઢના રાયપુરમાં પણ ઓફીસ ધરાવે છે અને રાયપુરમાં આયકરની તપાસ દરમ્યાન ક્યાંક શંકાસ્પદ વ્યવહારો જણાઇ આવતા તેનો રેલો ઊંઝા સુધી પહોંચ્યો છે.જેમ ઊંઝા એશિયામાં જીરૂના માર્કેટનું હબ છે એમ છત્તીસગઢના રાયપુરમાં સ્ટીલના કાચા માલ ઉત્પાદનની ઘણી ખાણો આવેલી હોઇ સ્ટીલ હબ કહેવાય છે. જ્યાં સ્ટીલ કોઇલ વગેરે કાચો માલ ખરીદ વેચાણ મોટાપાયે થાય છે.જેમાં ઊંઝાના વેપારી સંકળાયેલા હોઇ ખરીદ-વેચાણ ચોપડા બહાર બારોબાર કર્યા કે ખોટા ખર્ચા ઉધાર્યા તેને લઇને શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની તપાસ કરાઇ રહી છે.ખરીદ-વેચાણના બિલીગ વ્યવહારો ઊંઝામાં વેપારીની ઓફિસને આયકર ઇન્વેસ્ટીગેશનની ટીમે તપાસ્યા હતા. વેપારીના નિવાસસ્થાને પણ દરોડા સર્ચ કર્યુ હતું.બુધવારે શરૂ કરાયેલ દરોડા ગુરુવારે પણ તપાસમાં ચાલુ રહ્યા હતાં.જોકે ટ્રેડર્સના મુખ્ય માલિક બહાર હોઇ ઇન્વેસ્ટીગેશનમાં ગુરુવારે આયકરની તપાસ વધુ લાંબી ચાલી હતી.

મોટી કરચોરી પકડાય તેવી શક્યતા

સુત્રોના કહેવા મુજબ સ્ટીલ ખરીદ-વેચાણના નાણાકીય હિસાબોની ચકાસણી ચાલી રહી છે, તપાસના અંતે સ્પષ્ટ થશે કે બિલીગ વગર અધ્ધરીયા વ્યવહારો થયા છે કે નહિ, કે પછી હિસાબો સરભર કરવા ખોટા ખર્ચ ઉધાર્યા હોઇ શકે વગેરેની હાલ તપાસ ચાલુ છે,તપાસના અંતે કરચોરી થઇ છે કે નહીં તે સ્પષ્ટ થશે.જોકે હાલ મોટાપાયે સ્ટીલ વેપારમાં કરચોરીની શક્યતા રહેલી હોવાનું સુત્રોએ કહ્યુ હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular