બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં ગર્ભવતી છે અને સોશિયલ મીડિયા પર તે દરરોજ તેના બેબી બમ્પની તસવીરો શેર કરતી રહે છે. પ્રેગ્નેન્સી દરમિયાન પહેલીવાર તેણે સાડી પહેરીને ફોટો શુટ કરાવ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સેરેમનીમાં જાંબલી સાડીમાં દીપિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. નવાઈની વાત એ છે કે, તે પ્રેગનેટ હોવા છતા પણ સાડી ખૂબ જ સુંદર રીતે કેરી કરી છે. સાડી પર હેન્ડમેડ વર્ક કરેલુ છે, જે ખૂબ જ રોયલ લાગે છે. પરંતુ આ સાડી કેમ ખાસ છે તે વિશે જાણીએ.
ટૂંક સમયમાં માતા બનનારી દીપિકા પાદુકોણની સુંદર જાંબલી સાડી બનાવવામાં 3,400 કલાક લાગ્યા. આ સાડીનું ફેબ્રિક ઓર્ગેન્ઝા અને જેની સિલ્ક છે. સાડી પર હેન્ડ એમ્બ્રોઇડરી કરવામાં આવી છે. તેમાં મોતી, ઝરી અને દોરાથી સજાવટનું કામ કરવામાં આવ્યું છે. આ સાડીની કિંમત 1 લાખ 92 હજાર છે. તોરાની સાડીને ‘હુકુમ કી રાની’ સાડી સેટ કહેવામાં આવે છે. આ તેના કોચર કલેક્શન લીલામાંથી છે.
દીપિકા પાદુકોણે આ સાડી પર ડીપ નેકલાઇન, હાફ-લેન્થ સ્લીવ્સ અને ક્રોપ્ડ હેમ સાથે મેચિંગ બ્લાઉઝ પહેર્યું છે. તે સાથે જ્વેલરીમાં તેણે મોતીમાંથી બનેલા ચોકર નેકલેસ, મેચિંગ ઈરિંગ્સ અને રિંગ્સ સાથે સુંદર લુક જોવા મળી રહ્યો હતો.
રોયલ સાડી પર દીપિકાનો મેકઅપ ટચ
રોયલ સાડી પર દીપિકાએ મેકઅપ માટે બોલ્ડ પાંખવાળા આઈલાઈનર, સ્મોકી આઈ, કોહલ-લાઈન્ડ લિડ્સ, પીંછાવાળા ભમર, મોવ લિપ શેડ, રૂજ-ટિન્ટેડ ગાલ અને મસ્કરા વડે પાંપણોને ઘાટી કરી હતી. દીપિકા આ વર્ષે સપ્ટેમ્બરમાં પતિ રણવીર સિંહ સાથે તેના પહેલા બાળકની આશા રાખી છે. આ કપલ લગભગ 6 વર્ષથી સુખી લગ્ન જીવન જીવી ચલાવી રહ્યું છે. બંને 14 નવેમ્બર 2018ના રોજ લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા.