અમદાવાદ : 1 કરોડથી વધુ કિંમતની મર્સિડીઝ બેન્ઝ કાર કોર્પોરેશનના વેહિકલ ટેક્સ ભર્યા વગર જ સુભાષબ્રિજ RTO માં પાસિંગ થઇ હોવાનું આવ્યું બહાર.

0
10

અમદાવાદ બહારથી ખરીદીને લાવવામાં આવેલી રૂપિયા એક કરોડથી વધુ કિંમતની મર્સિડીઝ બેન્ઝ કાર કોર્પોરેશનના વેહિકલ ટેક્સ ભર્યા વગર જ સુભાષબ્રિજ આરટીઓમાં પાસિંગ થઇ હોવાનું બહાર આવ્યું છે. કારની કિંમતના અઢી ટકા પ્રમાણે કોર્પોરેશનનો અંદાજે રૂપિયા અઢી લાખનો ટેક્સ ભરાયો નથી. આરટીઓમાં GJ01,WA 1371 નંબરથી રજિસ્ટ્રેશન થઇ હતી. કારમાં સરનામું સેટેલાઇટનું છે. કોર્પોરેશનનો ટેક્સ ભરાયો છે કે નહીં એની ચકાસણી વગર આરટીઓમાં કારનું પાસિંગ થયું હતું? કે પછી ટેક્સની રસીદ ખોટી હતી? તે અંગે તપાસ થાય તો સ્પષ્ટ હકીકત બહાર આવી શકે છે.

પ્રતિકાત્મક તસવીર.

આરટીઓ બી.વી.લિમ્બાસિયાએ કહ્યું હતું કે કોર્પોરેશનના ટેક્સ વગર કાર પાસ કરાઇ હોવાના કિસ્સામાં તપાસ કરી કાર્યવાહી કરાશે. મ્યુનિ.કોર્પોરેશનના ટેક્સ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે કારનો ટેક્સ ભરાયો નથી. નોટિસ અપાશે.

પુણેથી ખરીદાયેલી કાર 1.38 કરોડની છે

મહારાષ્ટ્રના પૂણેથી મર્સિડીઝ કાર ખરીદાઇ હતી, જેની અસલ કિંમત 1.38 કરોડ હતી. આરટીઓમાં રજૂ કરાયેલા ઇનવોઇસમાં 1 કરોડ કિંમત દર્શાવાઇ છે. જેથી કિંમત અંગે પણ આશંકા સેવાઇ રહી છે.

2016માં પણ આવો કિસ્સો બન્યો હતો

ચાંદખેડાના સુમિત દુલાલચંદ દેબનાથએ વર્ષ 2016માં રૂપિયા 6.30 લાખથી વધુ કિંમતે ખરીદેલી નવી કારને જીજે01આરપી 5230 નંબર મળ્યો હતો. મ્યુનિ.કોર્પો.ના રૂપિયા 12 હજાર ટેક્સ સહિતની રકમ વાહન ડિલરને ચૂકવી હતી, પરંતુ વાહન ડિલરે કોર્પોરેશનનો ટેક્સ નહીં ભરતા મ્યુનિ.એ વાહન માલિકને તાજેતરમાં જ નોટિસ ફટકારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here