સુરત : ગણેશ ઉત્સવ સમિતિએ મોટા મંડપની જગ્યાએ બે ફૂટથી વધુની મૂર્તિનું સ્થાપિત ન કરવા નિર્ણય કરાયો

0
3

સુરત ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ શહેરમાં વધતાં ભગવાન ગણેશજીની સ્થાપ્ના અંગે નિર્દેશ જાહેર કરવામાં આવ્યાં છે. માત્ર 1 કે 2 ફૂટની માટીની મૂર્તિની સ્થાપના કરવાની સાથે સાથે ગણેશ સ્થાપના ઘરે કરવી અને ગલીઓમાં મંડપ બાંધવો નહીં. તથા વધારે ભીડ કરવી નહીં તેવા સૂચનો કરવામાં આવ્યાં છે.

શેરીમાં જ વિસર્જન કરવાનું રહેશે

ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા કહેવાયું કે વિધ્નહર્તાની પૂજા અર્ચના કરતી વખતે સોશિયલ ડિસ્ટન્ટ જાળવવાનું રહેશે.મૂર્તિનું વિસર્જન ભીડ વગર શેરીમાં જ કરવાનું રહેશે. આ સિવાય આખરી નિર્ણય પોલીસ કમિશ્નરના જાહેરનામા મુજબ રહેશે.પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે 2 ફૂટથી ઊંચી પ્રતિમાની સ્થાપના કરવા દેવામાં આવશે નહી તેમજ જાહેર રોડ પર સ્થાપના ન કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી થશે તેમ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે.