Wednesday, September 29, 2021
Homeપાંચ શખ્સો બેચરાજી મંદિરમાં ઘૂસ્યા હોવાનું સામે આવ્યું
Array

પાંચ શખ્સો બેચરાજી મંદિરમાં ઘૂસ્યા હોવાનું સામે આવ્યું

વડાપ્રધાન કાર્યાલયમાં વડાપ્રધાનના સલાહકાર સમિતીમાં ફરજ બજાવતા હોવાનો દાવો કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઘૂસી ગયેલા પાંચ શખ્સો અંગે વહીવટદારે પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી હતી. જેમાં પાંચ પૈકીનો એક ગુજરાત સમાચારનો કર્મચારી હેમંત વ્યાજ હોવાનું રાજપીપળા પોલીસે જણાવ્યું હતું. દિલ્હીથી આવેલા પ્રમોદભાઈ સહિત બે વ્યક્તિઓની કેવડીયા પોલીસે ધરપકડ કરી છે. જોકે, આ કેસમાં એક નવી વિગતો બહાર આવી છે પીએમની સલાહકાર સમિતિનું નામ લઈને આ પાંચ શખ્સો યાત્રાધામ બેચરાજીના મંદિરમાં પણ પીએમઓના સલાહકાર સમિતિના સભ્યો હોવાની ઓળખ આપી દર્શન કરવા ઘૂસી ગયા હતા.

13 જુલાઈએ PMOમાં હોવાનો દાવો કરી બેચરાજી મંદિરમાં ઘૂસ્યા

PMO કાર્યાલયના સલાહરકાર સમિતિમાં ફરજ બજાવતા હોવાનું કહી પાંચ જેટલા ઈસમો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઘૂસ્યા પહેલા 13 જુલાઈના રોજ બેચરાજી મંદિરમાં પણ ઘૂસ્યા હોવાનું સામેં આવ્યું છે. જોકે, સમગ્ર મામલે બેચરાજી મંદિર ટ્રસ્ટનામાં ફરજ બજાવતા ભરત કુમારે સામચાર પત્ર વાંચ્યું હતું જેમાં આ પ્રમોદ નામનો વ્યક્તિ પોતાની સાથે પાંચ જેટલા ઈસમો સાથે PMO કાર્યાલય સલાહકાર સમિતિના સભ્ય હોવાનું કહી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઘૂસ્યા બાદ પાંચ સામે ફરિયાદ નોંધાઇ હતી. જે બાદમાં સમાચાર પત્ર વાંચ્યા બાદ બેચરાજી ટ્રસ્ટમાં ફરજ બજાવતા ભરતભાઈને પણ આજ પાંચ ઈસમોએ 13 જુલાઈના રોજ આવી જ રીતે ખોટી ઓળખ આપીને મંદિર પરિસરમાં ઘૂસી ગયા હોવાનું જાણવા મળતા મંદિરના ટ્રસ્ટમાં ફરજ બજાવતા ભરત કુમારે સમગ્ર મામલે બેચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments