ગોવાના બીચ પર કપડાં વગર દોડવું ભારે પડ્યું, અશ્લીલતા ફેલાવવાના આરોપમાં મોડલ મિલિન્દ સોમણ વિરુદ્ધ કેસ ફાઇલ થયો.

0
10

મિલિન્દ સોમણે 4 નવેમ્બરે તેના જન્મદિવસ પર ગોવાના બીચ પર કપડાં વગર રનિંગ કર્યું હતું. તેનો ફોટો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને એ ફોટો તેની પત્ની અંકિતા કુંવરે ક્લિક કર્યો હતો. હવે મોડલ અને એક્ટર મિલિન્દ વિરુદ્ધ ગોવાના કાણકોણ પોલીસ સ્ટેશનમાં કેસ ફાઈલ થયો છે. એના પર સાર્વજનિક જગ્યાએ અશ્લીલતા ફેલાવવાના આરોપ લાગ્યા છે.

આ પહેલાં ગુરુવારે એક્ટ્રેસ પૂનમ પાંડેને એક પ્રતિબંધિત વિસ્તારમાં અશ્લીલ ફોટોશૂટ કરવા માટે અરેસ્ટ કરવામાં આવી હતી. મિલિન્દ વિરુદ્ધ IPCની કલમ 294 (સાર્વજનિક સ્થળ પર અશ્લીલતા) અને IT એક્ટની કલમ 67 (સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ કરવાનો આરોપ) હેઠળ કેસ ફાઈલ થયો છે. આમાં 3 મહિનાથી 1 વર્ષ સુધીની સજાનું પ્રાવધાન છે. મિલિન્દને પૂછપરછ માટે સમન્સ મોકલી શકાય છે.

ગોવા સુરક્ષા મંચ દ્વારા ફરિયાદ કરાઈ

ગોવાના એક ક્ષેત્રિય પોલિટિકલ ગ્રુપ ગોવા સુરક્ષા મંચે હવે વાસ્કો પોલીસ સ્ટેશનમાં એક્ટર વિરુદ્ધ ફરિયાદ કરી છે, જેમાં આરોપ છે કે સોમણે સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા ન્યૂડ ફોટાએ ગોવાની ઇમેજ અને સંસ્કૃતિનું અપમાન કર્યું છે. 4 નવેમ્બરે ફોટો શેર કરી મિલિન્દે લખ્યું હતું કે હેપી બર્થડે ટુ મી..

ટ્રોલર્સે નિશાન સાધ્યું

ફોટો જોઈને જ ટ્રોલર્સ અને મીમર્સ એક્ટિવ થઇ ગયા અને તેમણે મિલિન્દને એકથી એક ચડિયાતા મીમ બનાવીને ગિફ્ટ આપી. કોઈએ તેમના મોડલિંગના દિવસોના ન્યૂડ ફોટો સેશનના ફોટો શેર કર્યા તો કોઈએ અન્ડરગાર્મેન્ટ્સ બનાવી દીધા. જોકે આ એક્સ્ટ્રા ઓર્ડિનરી કપલે હંમેશાંની જેમ આ વખતે પણ આ ટ્રોલર્સ અને મીમર્સની ચિંતા નથી કરી, તે બંને આ ખાસ દિવસ એન્જોય કરી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here