બનાસકાંઠા સહિત લાખણી પંથક માં તરબૂચની ખેતી કરતા ખેડૂતોના પાકનું વેચાણ ન થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

0
9

સમગ્ર બનાસકાંઠા સહિત લાખણી પંથકમાં તરબૂચની ખેતી કરતા ખેડૂતોના પાકનું વેચાણ ન થતાં રાતા પાણીએ રોવાનો વારો આવ્યો.


લાખણી : કોરોના વાઈરસ સામે લડવા હાલ સરકારે દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન અમલી બનાવ્યું છે. લગભગ લોકડાઉન લંબાશે એવા ભણકારા પણ વાગી રહ્યા છે. લોકડાઉનને પગલે લોકોના જીવનધોરણ પણ માઠી અસર પડી છે.ખાસ કરીને વાત કરીએ તો, ખેડૂતો પર લોકડાઉનની ખુબ માઠી અસર પડી છે. ગુજરાતના અનેક ખેડૂતોના ખેતરમાં પડેલ પાક લોકડાઉનને પગલે સડી રહ્યો હોવાથી આર્થિક સંકડામણમાં આવી ગયા છે.

બનાસકાંઠા જિલ્લા  સહિત લાખણી તાલુકાંના બાગાયતી પાકો પર નિર્ભર ખેડૂતોની હાલત ફફોડી બની ગઈ છે
લાખણી તાલુકાંના કેટલાક ખેડૂતો તરબુચના પાક પર નિર્ભર છે. હાલ લોકડાઉને પગલે એમનો તરબુચનો પાક તૈયાર થઈને ખેતરમાં પડ્યો છે, તરબુચ પાકી ગયા છે પણ.લોકડાઉન ને લઈ ને ટ્રાસપોર્ટ સેવા બંધ હોવાથી કોઈ વેપારી પાક લેવા તૈયાર થતો નથી, જેથી તરબુચના પાક નો નીકાસ થતો નથી, જેથી ખેડુતો કહી રહ્યા છે કે સરકાર લોકડાઉન કરે પણ માલના નિકાલ માટે અલગ રસ્તો આપે અને તરબુચનો પાક સંગ્રહ પણ ન થઈ શકે.જો સંગ્રહ કરીએ તો એ બગડી જાય અને બગડેલો પાક ખસેડવા માટે પણ મજૂરી આપવી પડે હાલમાં મજૂરો નથી મળતા જેથી આવનારા દિવસોમાં બગડેલા પાકને કારણે રોગચારો ફેલાવવાની પણ સંભાવનાઓ ખેડૂતોએ વ્યક્ત કરી છ આવા જ અનેક કારણોને લીધે ખેડુતો ની સ્થિતિ ઘણી ખરાબ થઈ પડી છે.લોકડાઉનને કારણે લાખણી તાલુકામાં તરબુચનો પાક કરતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here