દુનિયાનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ : જયપુરમાં 350 કરોડના ખર્ચે 100 એકરમાં બનશે.

0
0

જયપુર. રાજસ્થાનમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. તેની ડિઝાઇન પણ ફાઇનલ થઈ ગઈ છે. 100 એકરમાં સ્ટેડિયમ બનાવવામાં આશરે 350 કરોડ રૂપિયાનો ખર્ચો થશે. આ જાણકારી રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશન (RCA)ના સચિવ મહેન્દ્ર શર્માએ આપી છે. તેમણે માહિતી આપી હતી કે સ્ટેડિયમની બેઠક ક્ષમતા 75 હજાર દર્શકોની હશે.

અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ અને ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સ્ટેડિયમ પછીનું આ ત્રીજું સૌથી મોટું સ્ટેડિયમ હશે. મોટેરામાં 1.10 લાખ દર્શકોની બેઠક ક્ષમતા છે, જ્યારે 1.02 લાખ લોકો મેલબોર્ન સ્ટેડિયમમાં બેસીને મેચનો આનંદ માણી શકે છે.

ચોંપ ગામની જમીન ફાઇનલ

RCA ચોંપ ગામમાં 41.47 હેક્ટર (લગભગ 100 એકર) જમીન ફાઇનલ કરવામાં આવી છે. તેમાં ઇન્ડોર ગેમ્સની સુવિધા, ઘણી રમતો માટે ટ્રેનિંગ, ક્લબ હાઉસ, 4 હજાર કાર માટે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ હશે.

બે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ અલગથી હશે

સ્ટેડિયમમાં અલગથી બે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ હશે. જેમાં રણજી મેચ કરાવવામાં આવશે. દર્શકો માટે બે રેસ્ટોરન્ટ, ખેલાડીઓ માટે ઇન્ટરનેશનલ લેવલની 30 પ્રેક્ટિસ નેટ અને મીડિયા માટે 250 સીટોનો પ્રેસ કોન્ફરન્સ રુમ અલગથી હશે.

ક્યાંથી આવશે 350 કરોડ

  • 90 કરોડ BCCI પાસેથી લેવાના બાકી છે.
  • 100 કરોડ બોર્ડ ગ્રાન્ટ આપે છે
  • 100 કરોડ રૂપિયાની લોન લેવામાં આવશે
  • 60 કરોડ રૂપિયા સ્ટેડિયમના કોર્પોરેટ બોક્સ વેચીને ભેગા કરવામાં આવશે

 હશે ફેસિલિટીઝ

  • ઇન્ટરનેશનલ લેવલનું મેન ગ્રાઉન્ડ
  • બે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ, જેમાં રણજી મેચ પણ થઈ શકે છે
  • વર્લ્ડ ક્લાસ ક્રિકેટ એકેડમી
  • ક્લબ હાઉસ

2 ફેઝમાં બનશે સ્ટેડિયમ

RCA સ્ટેડિયમ બે ફેઝમાં બનશે. પહેલા ફેઝમાં 45 હજાર દર્શકોની બેઠક ક્ષમતા હશે, જ્યારે બીજા ફેઝમાં તેને વધારીને 75 હજાર કરી દેવામાં આવશે. કામ શરૂ થયા બાદ 24 મહિના એક ફેઝ પૂર્ણ થઈ જશે.

100 કરોડ ગ્રાન્ટ માટે BCCIને લેટર લખ્યો

RCAના મુખ્ય સંરક્ષક સીપી જોશી અને RCAના અધ્યક્ષ વૈભવ ગહલોત સામે ફર્મ મહેતા એન્ડ એસોસીએટ્સ LLPએ આ ઇન્ટરનેશનલ સ્ટેડિયમના ડિઝાઇનનું ફોર્મેટ રજૂ કર્યું. જોશીના ઘરે મીટિંગમાં ડિઝાઇન ફાઇનલ થઈ. RCAએ 100 કરોડ ગ્રાન્ટ માટે BCCIને લેટર પણ લખ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here