RSSની ” અખિલ ભારતીય સમન્વય બેઠક ” મંગળવારથી ત્રણ દિવસ માટે ગાંધીનગરના ઉવારસદ પાસે આવેલી કર્ણાવતી ડેન્ટલ કોલેજના કેમ્પસમાં યોજાશે.

0
11

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સમવૈચારિક સંગઠનોની ” અખિલ ભારતીય સમન્વય બેઠક ” મંગળવારથી ત્રણ દિવસ માટે ગાંધીનગરના ઉવારસદ પાસે આવેલી કર્ણાવતી ડેન્ટલ કોલેજના કેમ્પસમાં યોજાવાની છે. આ બેઠકમાં ચર્ચાનાર મુદા અને બેઠકના ઉદ્દેશ અંગે આજે રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘના અખિલ ભારતીય પ્રચારક અરુણકુમારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ બેઠકમાં દેશની વર્તમાન પરિસ્થિતિ અને કોરોના અંગે ચર્ચા થશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ સ્થાનિક પ્રશાસનના કામ કર્યા છે તે અંગે ચર્ચા થશે. તમામ ક્ષેત્રથી આવતાં લોકો આ બેઠકમાં હાજર રહેવાના છે. દેશમાં ચાલી રહેલા કિસાન આંદોલન અંગે પણ ચર્ચા થઈ શકે છે.

આ બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવનાર નથી. તમામ સંગઠનોના લોકો દેશમાં ફરતા હોય છે અને પરિસ્થિતિથી વાકેફ હોય છે જેથી તેમના અનુભવ અને તે વિશેની જાણકારી એકબીજાને મળી રહે તેના માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આવી બેઠક વર્ષમાં બે વાર એટલે કે સપ્ટેમ્બર અને જાન્યુઆરી માસમાં યોજાતી હોય છે. આ બેઠકમાં 150 જેટલા લોકો હાજર રહેશે. કોરોનામાં જે રીતે કેન્દ્ર અને રાજ્ય સહિત તમામ ક્ષેત્રના લોકો વગેરેએ યોગદાન આપ્યું છે જે અભિનંદનને પાત્ર છે. કોરોના મહામારી દરમ્યાન લોકો પ્રત્યક્ષ મળતાં ન હોવા છતાં તેઓએ કામ કર્યું છે. આ બેઠકમાં દરેક પ્રકારની ચર્ચાઓ અને નવા પ્રયોગો અંગે પણ વાતચીત થશે.

લોકો જીવનશૈલી બદલાઈ છે. ભારતીય જીવનશૈલી, સ્વદેશી અને આત્મનિર્ભર લોકો બન્યા છે. જેને લઈ હજી વધુ આને આગળ કઈ રીતે લઈ જવું જોઈએ તે વિશે પણ ચર્ચા કરવામાં આવશે. શ્રી રામજન્મ ભૂમિ અંગે પણ વાતચીત થઈ શકે છે. RSSના વડા મોહન ભાગવતજી, ભૈયાજી જોશી, સંઘના સંગઠનના મહામંત્રી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે. ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, અલગ અલગ સંગઠનના પદાધિકારીઓ હાજર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here