હવે મિલકતને આધાર સાથે જોડવી ફરજિયાત બનશે

0
13

રિયલ એસ્ટેટ સેક્ટરમાં આચરવામાં આવતી ગેરરીતિ રોકવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર એક મોટું પગલું ઉઠાવી શકે છે. સરકાર ટૂંક સમયમાં મિલકતને તેના માલિકના આધાર કાર્ડ સાથે જોડવાનું ફરજિયાત કરવાનો નિર્ણય લઈ શકે છે.

જો મિલકતને તેના માલિકના આધારકાર્ડ સાથે લિન્ક કરવું ફરજિયાત થઈ જાય છે તો તેનાથી માત્ર ગેરરીતિ રોકાશે એટલું જ નહી બલ્કે બેનામી સંપિત્તનો પણ ખુલાસો થઈ શકશે અને લોકોની એકથી વધુ સંપિત્તઆેની પણ આેળખ થઈ શકશે. સાથોસાથ સરકારને ટેક્સની આવક પણ વધશે. કણાર્ટકમાં આ નિયમ પહેલાંથી જ લાગુ છે. એવું પણ મનાય રહ્યું છે કે પ્રાેપર્ટી સાથે જોડાયેલા મામલા રાજ્યોના અધિકાર ક્ષેત્રમાં છે એટલા માટે કેન્દ્ર સરકાર મોડલ બનાવીને રાજ્યોને આપશે. જો આ નવો કાયદો લાગુ થઈ જાય છે તો ગેરકાયદેસર કબજા કરીને જમીન પચાવી પાડનારા તત્ત્વોને પણ ડામી શકાશે. આ ઉપરાંત લોકોને લોન પણ સરળતાથી મળી રહેશષ. મિલકતની માહિતી પારદર્શક બનશે અને છેતરપિંડી આેછી થશે. ખાસ વાત એ છે કે આ પગલાંથી મિલકત સાથે જોડાયેલા કેસ પણ આેછા થઈ જશે.

મિલકત આેનરશિપ માટેના આ કાયદાની તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે. સરકાર તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. સરકારને આશા છે કે નિયમ લાગુ થયો તો કાળું નાણું સમાપ્ત થઈ જશે અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં છેતરપિંડી ખતમ થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here