4200 કાર સાથે દરિયાની રેતીમાં ડૂબી ગયેલું જહાજ બહાર કાઢતાં લગભગ એકાદ વર્ષ લાગશે

0
20

અમેરિકાના જયોર્જિયા પાસે દરિયામાં ભરતીને કારણે 4200 મોટરકાર ભરેલું માલવાહક જહાજ ‘ગોલ્ડન રે’ ડૂબીને રેતીમાં ફસાયું હતું. એ જહાજને બહાર કાઢવાની કામગીરી કોસ્ટગાર્ડના કમાન્ડર મેટ ભેરને સોંપવામાં આવી છે. એ જહાજને તોડયા વગર આખે આખું ઉપર કાઢવું શકય નથી. મેટ બેર જહાજને બહાર કાઢવામાં એકાદ વર્ષ વીતી જશે એવી શકયતા દર્શાવે છે. યોગાનુયોગ એ જહાજ કેટલાક ખડકો વચ્ચે ગોઠવાઈ ગયું હોવાથી ભરતીનાં મોજાની અસરથી એ હલી શકતું નથી.

હકીકતમાં એ જહાજને હાલની સ્થિતિમાં સહેજ પણ હલાવાય તો એના ટુકડા થવાની શકયતા છે. એ જહાજને કારણે દરિયામાં અને કાંઠા સુધી પ્રદૂષણ ફેલાતું હોવાના કેટલાક અહેવાલ મળતાં એની ટાંકીઓમાંથી ઓઈલ અને બળતણ કાઢી લેવામાં આવ્યાં છે. આગામી અઠવાડિયાઓમાં જંગી કદની ક્રેઈન આવીને જહાજના એક-એક ભાગ અલગ કરીને ધીમે-ધીમે 4200 કાર પણ સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here