કોરોનાનો કહેર : ઇટલીના ઓલિમ્પિક ફાઇનલિસ્ટ દોનાતોનું અવસાન, તેમના પિતાનું પણ નિધન.

0
10

કોરોના વાઈરસના કારણે છેલ્લા 2 અઠવાડિયામાં રમત જગતના 6 દિગ્ગજોએ જીવ ગુમાવ્યો છે. ઇટલીની ઓલિમ્પિક સમિતિએ બુધવારે કહ્યું કે, રનર દોનાતો સાબિયા (56)નું કોરોનાના કારણે નિધન થયું છે. તેઓ 800 મીટર વર્ગમાં બે વાર ઓલિમ્પિક ફાઇનલિસ્ટ રહી ચુક્યો છે. થોડા દિવસો પહેલા તેમના પિતાનું પણ કોરોનાના કારણે અવસાન થયું હતું. સાબિયા કોરોનાના કારણે જીવ ગુમાવનાર રમત જગતના છઠ્ઠા દિગ્ગજ છે.

સાબિયા 1984 લોસ એંજેલિસ ઓલિમ્પિકમાં પાંચમા અને 1988 સોલ ઓલિમ્પિકમાં સાતમા સ્થાને રહ્યો હતો. તેમણે 800 મીટરમાં જ 1984માં યુરોપિયન ઇન્ડોર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઇટલી ઓલિમ્પિક સમિતિ અનુસાર સાબિયા દુનિયાના પહેલા ઓલિમ્પિક ફાઇનલિસ્ટ છે, જેમનું કોરોનાથી અવસાન થયું છે.

કોરોનાના કારણે વિશ્વમાં 88 હજાર લોકોના મોત

વિશ્વભરમાં 15 લાખ 18 હજાર 719 કોરોનાના કેસ નોંધાયા છે. 88 હજાર 502 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમવ્યા છે. ત્રણ લાખ 30 હજાર 600 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઇટલીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખ 39 હજાર છે. તેમાંથી 17 હજાર 669ના મોત થયા છે. ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 5 હજારથી વધુ છે. તેમાંથી 472 દર્દી સાજા થયા છે, જ્યારે 200એ જીવ ગુમાવ્યો છે.

બુધવારે સ્વિત્ઝર્લેન્ડના આઈસ હોકી લેજેન્ડ રોજર શૈપોનું 79 વર્ષની વયે નિધન થયું હતું. 1964 વિન્ટર ઓલિમ્પિક રમી ચૂકેલા શૈપો દેશ માટે 100થી વધુ મેચ રમ્યા હતા. આ પહેલા ફ્રાન્સના ફૂટબોલ ક્લબ રીમ્સના ડોકટર બર્નાર્ડ ગોન્ઝાલેઝ (60), ઇંગ્લેન્ડના લેંકશાયર ક્રિકેટ ક્લબના અધ્યક્ષ ડેવિડ હોજકિસ (71), ફ્રાન્સના ઓલિમ્પિક ડી માર્શલ ફૂટબોલ ક્લબના પૂર્વ અધ્યક્ષ પેપ દિઓફ (68) અને પાકિસ્તાનના સ્ક્વોશ લેજેન્ડ આઝમ ખાન (95)એ જીવ ગુમાવ્યો હતો.

બર્નાર્ડે ડિપ્રેશનના કારણે આપઘાત કર્યો

રીમ્સ ક્લબના ડોકટર બર્નાર્ડ કોરોના સંક્રમિત થયા પછી ડિપ્રેશનમાં આવી ગયા હતા. તે પછી તેમણે 5 એપ્રિલના રોજ આપઘાત કર્યો હતો. તેમણે એક સ્યુસાઇડ નોટ પણ છોડી હતી. જેમાં કોરોના સંક્રમિત હોવાની વાત કરી હતી. તેઓ 20 વર્ષથી રીમ્સ ક્લબ સાથે જોડાયા હતા.

સૌથી પહેલા આઝમ ખાનનું નિધન થયું

કોવિડ-19ના કારણે 31 માર્ચે ડેવિડ હોજકિસ અને ફ્રાન્સના પેપ દિઓફનું નિધન થયું હતું. તે પહેલા 28 માર્ચે પાકિસ્તાની સ્ક્વોશ લેજેન્ડ આઝમ ખાને જીવ ગુમાવ્યો હતો. આઝમ ખાન 1959થી 1962 દરમિયાન 4 વાર બ્રિટિશ ઓપન જીત્યા હતા.તેમની ગણતરી દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. તેમણે 1962માં પહેલીવાર હાર્ડબોલ ટૂર્નામેન્ટ યુએસ જીતી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here