Wednesday, September 28, 2022
Homeવિશ્વના ત્રીજા સૌથી ધનાઢ્ય ચાઇનીઝ અબજપતિ જૅક મા બે મહિનાથી ગાયબ.
Array

વિશ્વના ત્રીજા સૌથી ધનાઢ્ય ચાઇનીઝ અબજપતિ જૅક મા બે મહિનાથી ગાયબ.

- Advertisement -

ગંજાવર ચાઇનીઝ કંપની ‘અલીબાબા’ના સ્થાપક અને ચીનના એક સમયના નંબર વન ધનાઢ્ય ઉદ્યોગપતિ એવા જૅક મા છેલ્લા બે મહિના કરતાં પણ વધુ સમયથી ગાયબ છે. ઑક્ટોબર મહિનામાં તેમણે ચીની સરકારની ટીકા કરી હતી, ત્યાર પછી તેઓ ક્યાંય દેખાયા નથી. તેમના પોતાના ટેલન્ટ શૉ ‘આફ્રિકાઝ બિઝનેસ હીરોઝ’ના ફાઇનલ એપિસોડમાં તેઓ જજ તરીકે દેખાવાના હતા, એમાં પણ તેમને બદલે અલીબાબાની લ્યુસી પેન્ગ નામનાં અધિકારીને બેસાડી દેવામાં આવ્યાં હોવાના ન્યૂઝ આવતાં આ અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. શોની વેબસાઇટ પર જજની પેનલમાંથી પણ જૅક માની તસવીર હટાવી લેવામાં આવી હતી.

શું હતું વિવાદાસ્પદ સ્પીચમાં?

24 ઑક્ટોબર, 2020ના રોજ આપેલી સ્પીચમાં તેમણે ચીનના વ્યાજખોર ફાઇનાન્શિયલ રેગ્યુલેટર્સ અને ચીનની સરકારી બેંકોની નીતિઓની કડક ટીકા કરી હતી. જૅક માએ ચાઇનીઝ સરકારને બિઝનેસમાં નવાં ઇનોવેશન્સ કરવાનો રસ્તો રોકતી સિસ્ટમમાં ફેરફાર કરવાની પણ અપીલ કરી હતી. ગ્લોબલ બેન્કિંગના નિયમોને તેમણે ‘ઓલ્ડ પીપલ્સ ક્લબ’ એટલે કે ઘરડાઘર જેવી ઉપમા પણ આપી હતી.

સ્વાભાવિક રીતે જ આ ભાષણને કારણે ચીનની રૂઢિચુસ્ત સામ્યવાદી સરકાર ગુસ્સામાં રાતીચોળ થઈ ગઈ હતી. તેમણે જૅક માની ટિપ્પણીઓને પોતાની કમ્યુનિસ્ટ પાર્ટી પરના સીધા પ્રહાર તરીકે લીધી.

જિનપિંગના આદેશ પર જૅક મા પર પસ્તાળ પડી

આ સ્પીચના એક જ મહિના પછી નવેમ્બર 2020માં ચાઇનીઝ અધિકારીઓએ જૅક માના એન્ટ ગ્રુપનો 37 અબજ ડૉલરનો ગંજાવર IPO રદ કરાવી દીધો. ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’ના રિપોર્ટ પ્રમાણે આ IPO રદ કરવાનો આદેશ સીધો રાષ્ટ્રપતિ શી જિનપિંગ તરફથી આવ્યો હતો. એ પછી જૅક માને કહેવામાં આવ્યું કે જ્યાં સુધી અલીબાબા ગ્રુપ સામે ચાલી રહેલી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી જૅક મા દેશની બહાર નહીં જઈ શકે.

એ પછી હવે આ રિયાલિટી શોમાંથી પણ જૅક મા ગાયબ થવાના ન્યૂઝ આવ્યા છે. દરમિયાન જૅક મા બે મહિનાથી ક્યાંય દેખાયા નથી. આ વિવાદાસ્પદ સ્પીચ પહેલાં 10 ઑક્ટોબરે જૅક માએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી પ્રિન્સ વિલિયમ-કેટ અને અન્ય ગ્લોબલ લીડર્સ ક્લાયમેટ ચેન્જ માટેના અર્થશોટ પ્રાઇઝની ઇવેન્ટમાં સ્ટેજ શૅર કરવાની તક બદલ આભાર વ્યક્ત કરતી પોસ્ટ મૂકી હતી. એ પછી તેમનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ પણ સૂનાં પડ્યાં છે.

ભારતમાં પણ જૅક માનું ગંજાવર રોકાણ છે

ભારતમાં જૅક માના અલીબાબા ગ્રુપનું પેટીએમ, ફૂડ ડિલિવરી સ્ટાર્ટઅપ ઝોમેટો, ઈ-ગ્રોસરી સર્વિસ બિગ બાસ્કેટ, ઈ-કોમર્સ કંપની સ્નેપડીલ અને તેની લોજિસ્ટિક્સ પાંખ એક્સપ્રેસબીસ વગેરેમાં ધરખમ રોકાણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular