બોક્સિંગ-ડે ટેસ્ટમાં વિહારીની જગ્યાએ જાડેજાને સ્થાન મળી શકે છે

0
0

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 26 ડિસેમ્બરે શરૂ થનાર બોક્સિંગ-ડે ટેસ્ટમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. તેવામાં મિડલ ઓર્ડરના બેટ્સમેન હનુમા વિહારીને બહાર બેસવુ પડી શકે છે. જાડેજાને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય તેની ફિટનેસના આધારે લેવામાં આવશે.

T-20 સીરિઝ અને પ્રથમ ટેસ્ટમાંથી બહાર થયો હતો જાડેજા

ટીમ મેનેજમેન્ટ અત્યારે સતત જાડેજાની ફિટનેસને મોનીટર કરી રહી છે. ઓસ્ટ્રેલિયા સામેની પહેલી T-20માં જાડેજાને માથામાં બોલ વાગ્યો હતો. તે પછી જાડેજા કન્ક્શન પ્રોટોકોલ પ્રમાણે T-20 સીરિઝ અને પ્રથમ ટેસ્ટમાંથી બહાર થયો હતો. સાથે જ તેને હેમસ્ટ્રીન્ગની પ્રોબ્લમ પણ હતી.

પ્રથમ ટેસ્ટ દરમિયાન નેટ્સમાં બોલિંગ કરી

પ્રથમ ટેસ્ટ દરમિયાન જાડેજાએ નેટ્સમાં બોલિંગ કરી હતી. સૂત્રો અનુસાર એજન્સીએ કહ્યું કે, જાડેજા ધીરે-ધીરે સ્વસ્થ થઈ રહ્યો છે. જોકે, અત્યારે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી કે મેલબોર્ન ટેસ્ટ પહેલાં ફિટ થઈ જશે કે નહીં.

વિહારી પોતાનું સ્થાન ગુમાવી શકે છે

સૂત્રો અનુસાર જો જાડેજા ફિટ થઈ જાય તો વિહારીએ પોતાનું સ્થાન ગુમાવી શકે છે. એવું એટલે કારણકે જાડેજા લાંબા સ્પેલ નાખી શકે છે. સાથે સારી બેટિંગ પણ કરે છે. તેવામાં જાડેજાના સમાવેશથી ભારત મેલબોર્નમાં પાંચ બોલર્સ સાથે રમી શકે છે.

જાડેજાએ 49 ટેસ્ટમાં 35+ની એવરેજથી 1869 રન બનાવ્યા છે. તેમાં એક સદી અને 14 ફિફટી સામેલ છે. તેણે ગઈ વખતે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના પ્રવાસે પણ ફિફટી મારી હતી. તે સિવાય 24.63ની એવરેજથી 213 વિકેટ પણ લીધી છે. જ્યારે વિહારીએ 10 ટેસ્ટમાં 33+ની એવરેજથી 576 રન બનાવ્યા છે. તેમાં એક સદી અને 4 ફિફટી પણ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here