Tuesday, February 11, 2025
Homeદહેગામ ખાતે જગનાથ ભગવાનની રથયાત્રા મા મોટી સંખ્યામા ભાવીકો જોડાયા
Array

દહેગામ ખાતે જગનાથ ભગવાનની રથયાત્રા મા મોટી સંખ્યામા ભાવીકો જોડાયા

- Advertisement -

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમા આવેલ જુના બજારમા આવેલ ગોપાલલાલજી મંદીર ખાતે સવારમા મહાઆરતી કરવામા આવી તેમા દહેગામ તાલુકાના મામલતદાર એચ.એલ.રાઠોડ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ નગરપાલિકા પ્રમુખ બિમલભાઈ અમીન નાયબ મામલતદાર રાવલભાઈએ આરતી ઉતારી તેમના હસ્તે રથયાત્રાનો શુભારંભ કરવામા આવ્યો હતો અને ભગવાન જગનાથના મંદીરે સવારે ૮:૩૦ વાગે ભાવિ ભક્તો ની ભારે ભીડ જોવા મળતી હતી અને તેમા દરેક જ્ઞાતિના અને વર્ગના લોકો આ રથયાત્રામા જોડાયા હતા. એક માહિતી મુજબ રથયાત્રાનો મહિમા એવો છે કે ભગવાન પોતાના ગર્ભગ્રુહમાંથી નીકળી વર્ષમા એકવાર પ્રજાના સુખ અને દુખને જોવા માટે રથમા બેસીને નીકળે છે.

 

આ રથયાત્રાએ ધાર્મિક ઉત્સવને બદલે લોકોત્સવ બની ગયો છે. તેથી આજના દિવસે દહેગામ શહેરમા વરસાદના અમી છાંટણા સાથે લોકો આ રથયાત્રામા ખુબ જ શ્રધ્ધાપુર્વક જોડાય છે.આજે અષાડી બીજ એટલે ભગવાન જગનાથનો આજે નગરચર્ચાનો દિવસ અને રામાપીર ભગવાનનો શુભ દિવસ ગણવામા આવે છે. અને અષાડી બીજના દિવસે લોકો ભક્તિમય માહોલમા રંગાઈ જાય છે. ભગવાન જગનાથજીની બહેન શુભદ્રા અને ભાઈ બલરામ સાથે આજે રથયાત્રા શહેરમા નીકળી સમગ્ર શહેર ભક્તિનુ ઘોડાપુર ઉમટી પડ્યુ હતુ.અને આ ઉત્સવ રંગેચંગે ઉજવાય એના માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો. અને આ રથયાત્રા દહેગામ ખોડીયાર સોસાયટીમા મામેરુ ભરવામા આવ્યુ હતુ  અને બપોરના સમયે સુમેરૂભાઈ અમીનના ઘરે મહાપ્રસાદનુ આયોજન કરવામા આવ્યુ હતુ. અને આ રથયાત્રામા મોટી સંખ્યામા યુવાનો, બાળકો, યુવતીઓ, મહિલાઓ અને ભાવિભક્તો ભક્તિમય માહોલમા રંગાઈ જય રણછોડ માખણ ચોર ના નાદથી આખુ શહેર ભક્તિમય માહોલમા રંગાઈ ગયુ હતુ.

બાઈટ : બિમલભાઈ અમીન, નગરપાલિકા પ્રમુખ

 

 

આજે અષાડી બીજના દિવસે વરસાદના અમી છાંટણા સાથે જગનાથ ભગવાનની રથયાત્રા નીકળી

  • આ રથયાત્રામા અષાડી બીજના દિવસે ભગવાનના જુદા જુદા સ્વરૂપ અને ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી
  • જગતનો નાથ આજે પોતાના ગર્ભગ્રુહમાંથી નીકળી વર્ષમા એકવાર પ્રજાના સુખ દુખ જોવા નીકળે છે
  • અષાડી બીજના પાવન પર્વ નિમિતે રથમા ભગવાન જગનાથ બેન શુભદ્રા અને ભાઈ બળદેવજી નગરચર્ચાએ નીકળશે
  • આજે આખુ દહેગામ શહેર ભક્તિમય માહોલમા રંગાયુ
  • રથયાત્રામા મોટી સંખ્યામા ભાવિ ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular