જગન્નાથ પુરી : ભક્તોની ભીડ વગર રથયાત્રા કાઢવાની શરતે જગન્નાથ મંદિર સમિતિએ સરકાર પાસેથી પરવાનગી માંગી

0
0

પુરી. ભગવાન જગન્નાથની વિશ્વ વિખ્યાત રથયાત્રા આ સમયે ભક્તો અને ભીડ વિના નીકળી શકે છે. શનિવારે બપોરે શ્રી જગન્નાથ મંદિર સંચાલન સમિતિએ આ અંગે મંજૂરી આપી હતી. જો ઓડિશા સરકાર આને મંજૂરી આપે તો રથયાત્રા માટેનો રસ્તો સાફ થઈ જશે. મંદિર સમિતિએ આ અંગે નિર્ણય લીધો છે. સમિતિના અધ્યક્ષ, ઓડિશાના ગજપતિ મહારાજ દિવ્યસિંહ દેબે કહ્યું છે કે રથયાત્રાનું અલગ-અલગ ચેનલો પર જીવંત પ્રસારણ થવું જોઈએ. માત્ર મંદિરના સેવકો અને પોલીસ-પ્રશાસનની હાજરીમાં ભીડ વિના રથયાત્રા નીકળી શકે છે. મંદિરમાં રથયાત્રાના રથ પણ ઝડપી ગતિએ બનાવવામાં આવી રહ્યા છે. 23 જૂને રથયાત્રા નીકળવાની છે.

રથયાત્રાને લઈને લાંબા સમયથી મુંઝવણની સ્થિતિ ચાલી રહી છે. 26 એપ્રિલને અક્ષય તૃતિયાના રોજથી રથોનું નિર્માણ થવાનું હતું. પરંતુ લોકડાઉનને લઈને શરૂ ન થયું. ત્યાર પછી 8 મેના રોજ કેન્દ્રની પરવાનગી પછી રથનું નિર્માણ શરૂ થયું. પરંતુ આ દરમિયાન પુરી જિલ્લામાં કોરોના વાઈરસના 30થી વધુ કેસ નોંધાયા. સાથે અમ્ફાન સાઈક્લોનના કારણે બે-ત્રણ દિવસ કામ અવરોધાયું. શનિવાર બપોરના 1 વાગ્યે ગજપતિ મહારાજ દિવ્યસિંહ દેબની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અંતે સમિતિએ એ નિર્ણય લીધો છે કે ઓછામાં ઓછા લોકોની હાજરીમાં રથયાત્રા નિકળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here