Wednesday, September 29, 2021
Homeજગન્નાથપુરી : એવું પ્રથમ શહેર જ્યાં દરેક ઘરમાં 24 કલાક પીવાનું શુદ્ધ...
Array

જગન્નાથપુરી : એવું પ્રથમ શહેર જ્યાં દરેક ઘરમાં 24 કલાક પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ

ઓડિશાનું જગન્નાથપુરી દેશનું એવું પ્રથમ શહેર બની ગયું છે જ્યાં દરેક ઘરમાં 24 કલાક પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ છે. સાથે જ શહેરમાં આવનારા દરેક પર્યટક માટે પણ મફત પાણીની વ્યવસ્થા કરાઈ છે. પુરીની અઢી લાખની વસતીમાં 32 હજારથી વધુ નળ કનેક્શન છે.

વાર્ષિક 2 કરોડ યાત્રી અહીં પહોંચે છે. શહેરમાં ઠેર-ઠેર પીવાના પાણીના ફાઉન્ટેન લગાવાયા છે જેથી કોઈ પણ યાત્રીએ પાણીની બોટલ ખરીદવી ન પડે અને લઈને ચાલવું ન પડે. તેનાથી પુરીમાં વાર્ષિક 3 કરોડ પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ ઘટશે. એટલે કે 400 મેટ્રિક ટન કચરો ઓછો થશે.

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે પુરી તેની નવી સિદ્ધિ સાથે હવે ન્યુયોર્ક, લંડન, સિંગાપોર, તથા ટોક્યો જેવાં શહેરોની લીગમાં સામેલ થઈ ગયું છે. તેમણે કહ્યું કે માર્ચ, 2022 સુધી કટક, રાઉરકેલા, ખુર્દા જટની, બરહામપુર સહિત 15 અન્ય શહેરોમાં પણ 40 લાખની વસતીને આ સુવિધા ઉપલબ્ધ થશે. સરકાર સુજળ(નળથી પીવાનું પાણી) મિશન પર 1300 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

સરકારે ઓક્ટોબર 2020માં ભુવનેશ્વર તથા પુરીના અમુક વિસ્તારોમાં પાઈલટ પ્રોજેક્ટ તરીકે દરેક ઘરને ઉચ્ચ ગુણવત્તાવાળું પાણી ઉપલબ્ધ કરાવવાનું મિશન શરૂ કર્યું હતું. શરૂઆતની સફળતા બાદ તેને સંપૂર્ણ પૂરીમાં લાગુ કર્યું. સરકારે આ મિશનમાં મહિલાઓના એનજીઓને ભાગીદાર બનાવી હતી.

પાણી સાથે જોડાયેલો ડેટા ચાર રસ્તે લગાવેલી સ્ક્રીન પર પણ દેખાશે
પુરીમાં દરરોજની પાણીની માગ 38 એમએલડી છે પણ અહીં 42 એમએલડીની ક્ષમતાવાળો વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવાયો છે. એક કૉલ સેન્ટર(1,55,359) પણ સ્થાપિત કરાયું છે જે ફક્ત પાણીની ગુણવત્તા તથા તેના પ્રેશરમાં ઘટાડાની ફરિયાદનો નિકાલ લાવશે.

ફરિયાદ મળતાં જ મોબાઈલ વૉટર ટેસ્ટિંગ લેબોરેટરી ઘટનાસ્થળે જઈ પાણીનું ટેસ્ટિંગ કરશે. પાણીને 30 માપદંડ પર તપાસની વ્યવસ્થા કરાઈ છે. શહેરના મુખ્ય ચાર રસ્તાઓ પર પાણીની ગુણવત્તાનો લાઈવ ડેટા સ્ક્રીન પર જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments