જગત મંદિર દ્વારકાની આવક 1 વર્ષમાં 5 કરોડ ઘટી

0
10

દ્વારકા જગત મંદિરની આવકમાં કોરોના મહામારીના કારણે ચાલીસ ટકાનો ઘટાડો થયો છે. ગત નાણાકીય વર્ષમાં 10 કરોડની આવક અપેક્ષિત હતી, તેની સામે 6.35 કરોડની વાર્ષિક આવક થઈ છે. દ્વારકા જગત મંદિરની વર્ષ 2019-20 ના વર્ષમાં 11 કરોડ 3 લાખની આવક થઈ હતી, પરંતુ વર્ષ 2020-21ના વર્ષમાં કોરોના મહામારીના કારણે જગત મંદિરની આવકમાં ઘટાડો થયો છે. તા.31-3-2021 સુધીમાં દેવસ્થાન સમિતિના જણાવ્યાનુસાર 6 કરોડ 35 લાખ 72 હજાર નવસોની આવક નોંધાઇ છે. ઉલ્લેખનીય છેકે કોરોનાકાળમાં મંદિર બંધ હોવાથી ભક્તોએ ઓનલાઈન અને પ્રત્યક્ષ ભોગમાં રકમ લખાવી હતી. જેથી આવકમાં ઘટાડો થયો હતો.

3 મહિના જેટલો સમય મંદિર બંધ હોવાથી આવક ઘટી

કોરોનાકાળમાં મંદિર ત્રણ મહિના જેટલા લાંબાે સમય બંધ રહ્યું હતું જે પછી પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને અમુક તહેવારોમાં મંદિરો બંધ રાખવામાં આવ્યા હતા જેના કારણે આવકમાં ગાબડું પડ્યું છે. મંદિરની આવક હજુ પણ વધુ ઘટી શકત પરંતુ ઓનલાઈન ભોગ લખાવવાના કારણે આટલી આવક થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here