ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવા મુદ્દે હજુ પણ અસમંજસ, સરકાર સાથે બેઠક બાદ અંતિમ નિર્ણય

0
4

અમદાવાદ. મહામારી કોરોનાને પગલે શહેરમાં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવા મુદ્દે હજુ પણ અસમંજસ ચાલી રહી છે. આ અંગે સરકાર અને મંદિરની 15 જૂનની બેઠક યોજાશે. આ બેઠક આરોગ્ય વિભાગ, ગૃહ વિભાગ, મંદિરના ટ્રસ્ટી અને અમદાવાદના આગેવાનો વચ્ચે યોજાશે. બેઠકમાં રથયાત્રા યોજવી કે નહીં અને જો યોજવામાં આવે તો તેનું સઘળું આયોજન કેવી રીતે કરવું તેના પર મનોમંથન કરવામાં આવશે.  ત્યાર બાદ મુખ્યમંત્રી સાથે બેઠક થશે, જેમાં રથયાત્રા યોજવાનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.