જેગુઆર લેન્ડ રોવર 12 મહિનાની અંદર ભારતમાં 10 નવી લક્ઝરી કાર લોન્ચ કરશે

0
7

ટાટા મોટર્સની લક્ઝરી કાર યુનિટ જેગુઆર લેન્ડ રોવર ભારતમાં 10 નવા મોડેલ લોન્ચ કરવાની તૈયારીમાં છે. કોવિડના કારણે કંપનીના વેચાણ પર ખરાબ અસર થઈ છે. આવી સ્થિતિમાં તે ફાઈનાન્શિયલ યર 2022 (આગામી 12 મહિના)માં વેચાણ વધારવા માટે ફરીથી નવું પ્લાનિંગ કરી રહી છે. નવા મોડેલ્સમાં ઈલેક્ટ્રિક કાર પણ સામેલ હશે. કંપની 2025 સુધી ભારતીય ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં પોતાની પકડને મજબૂત બનાવવા માગે છે.

કંપની ભારતમાં પોતાની પહેલી ઈલેક્ટ્રિક કાર આઈ પેસ (I-Pace) લોન્ચ કરી ચૂકી છે. તે માત્ર 15 મિનિટના ચાર્જિંગમાં 127km સુધીની રેન્જ આપવાની ક્ષમતા ધરાવે છે. કંપનીએ તેનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. તેની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 1.06 કરોડ રૂપિયા છે. તેના ટોપ વેરિઅન્ટની કિંમત 1.12 કરોડ રૂપિયા છે. તે 0થી 100 km/hની સ્પીડ માત્ર 4.8 સેકન્ડમાં પકડે છે.

2021માં 40% વેચાણ ઘટવાનો અંદાજ

2018માં ભારતીય માર્કેટમાં કંપનીએ 40,000 કાર વેચી હતી. જો કે, 2021માં તેમાં 40% સુધી ઘટાડો થવાનો અંદાજ છે. જો કે, કંપનીએ ગત ફાઈનાન્સિયલ યરના વેચાણને લઈને કોઈ આંકડા જાહેર નથી કર્યા.

રિપોર્ટના અનુસાર, આ બ્રિટિશ કાર કંપની ગત વર્ષે પોતાના સેગમેન્ટમાં ત્રીજી સૌથી મોટી પ્લેયર રહી. તેનું કારણ છે કે કંપની ભારતના લક્ઝરી કાર માર્કેટમાં પોતાની સ્થિતિને વધારે મજબૂત રાખવા માગે છે.

કંપનીના સ્પોકપર્સનના જણાવ્યા પ્રમાણે, તેઓ આઈ-પેસ EVના લોન્ચિંગની સાથે ભારતીય ગ્રાહકોની ઈલેક્ટ્રિક કારને લઈને પસંદ અને નાપસંદને સમજવા માગે છે.

સરકારને EV પોલિસીથી ફાયદો મળશે

જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયાના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર રોહિત સૂરીએ કહ્યું કે, પર્યાવરણને લઈને ગ્રાહકોની ચિંતા સતત વધી રહી છે. ખાસ કરીને શહેરોમાં હવે ઈલેક્ટ્રિક વ્હીકલને લઈને OEMSની સંખ્યા વધી રહી છે. સરકાર પણ EVને લઈને નવી પોલિસી બનાવી રહી છે. તે સાથે તેનું વેચાણ વધારવા માટે બને એટલા શક્ય પ્રયાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here