જાહ્નવી કપૂર: મુંબઈમાં 39 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું, દિગ્ગ્જ સેલિબ્રિટીઝની પાડોશી બની

0
0

બોની કપૂર અને લેટ એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂરે મુંબઈમાં નવું ઘર ખરીદ્યું છે. રિપોર્ટ્સ અનુસાર આ 39 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે. આ ઘર જુહુ વિલે પાર્લે સ્કીમમાં છે, જે મુંબઈની સૌથી લક્ઝરી અને હાઈફાઈ લોકાલિટીઝમાંની એક છે. આ ઘર લીધા બાદ હવે તે અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, અજય દેવગણ અને એકતા કપૂર જેવા દિગ્ગ્જ સેલિબ્રિટીઝની પાડોશી બની ગઈ છે.

4,144 વર્ગફીટમાં પથરાયેલું ઘર

રિપોર્ટ મુજબ 4,144 વર્ગફીટમાં પથરાયેલું જાહ્નવી કપૂરનું આ ઘર બિલ્ડિંગના 14, 15 અને 16મા માળે સ્થિત છે. જાહ્નવીએ 10 ડિસેમ્બરે આ પ્રોપર્ટી રજિસ્ટર કરાવી છે. આ માટે તેણે 78 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. જાહન્વી હાલ લોખંડવાલામાં પિતા બોની કપૂર અને બહેન ખુશી સાથે રહે છે.

2018માં બોલિવૂડ ડેબ્યુ કર્યું

જાહ્નવી કપૂરે 2018માં શશાંક ખૈતાનના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘ધડક’થી ઈશાન ખટ્ટર ઓપોઝિટ બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું, જે મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની હિન્દી રીમેક હતી. ત્યારબાદ તે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ અને ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’માં દેખાઈ હતી.

તેની અપકમિંગ ફિલ્મોમાં ‘રૂહી અફઝાના’ અને ‘દોસ્તાના 2’ સામેલ છે. રિપોર્ટ્સ અનુસાર તે નયનતારા સ્ટારર તમિળ ફિલ્મ ‘કોલામાવુ કોકિલા’ની હિન્દી રીમેકમાં પણ જોવા મળશે, જેનું શૂટિંગ ટૂંક સમયમાં પંજાબમાં શરૂ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here