ગૌહર ખાને 11 વર્ષ નાના જૈદ સાથે સગાઈ કરી, પિતા ઇસ્માઇલ દરબાર બોલ્યા- ‘મને એકવાર પણ લગ્નનું કહ્યું નથી’

0
11

ગૌહર ખાને હાલમાં જ સિંગર ઇસ્માઇલ દરબારના દીકરા જૈદ દરબાર સાથે સગાઈ કરી લીધી છે. ગૌહર અને જૈદે તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર સગાઈને કન્ફર્મ કરી છે. રિપોર્ટ્સ મુજબ ગૌહર અને જૈદ બંને 25 ડિસેમ્બરના નિકાહ કરશે. જોકે ઇસ્માઇલ દરબારના જણાવ્યા અનુસાર તો હાલ લગ્નની તારીખ નક્કી નથી થઇ.

સોશિયલ મીડિયાથી જ ખબર પડી- ઇસ્માઇલ
વાતચીત દરમ્યાન ઇસ્માઇલે કહ્યું- ‘જે રીતે લોકોએ ગૌહર અને જૈદની પોસ્ટ જોઈ, તે જ રીતે મને પણ પોસ્ટ જોઈને જ ખબર પડી કે બંનેએ સગાઈ કરી લીધી છે. સાચું કહું તો અમારા પરિવારમાં આજે પણ એક નિયમ કાયમ છે અને તે છે દીકરો તેના પિતા પાસે ખુદના લગ્નની વાત કરવા નથી જતો. અત્યાર સુધી જૈદે મને એકવાર પણ તેના લગ્નનો ઉલ્લેખ નથી કર્યો.’

માતાને ગૌહરની વાત કરી હતી
ઇસ્માઇલે આગળ કહ્યું કે, ‘મને કહેવાની તેની જરાપણ હિંમત નથી. તે તેની આયેશા માતા સાથે ક્લોઝ છે. તેને ગૌહર વિશે જણાવ્યું હતું અને લગ્નની ઈચ્છા વ્યક્ત કરી હતી. આયેશાએ આવીને મને જણાવ્યું અને બસ, મેં હા પાડી દીધી. મારા દીકરાને હિન્દુસ્તાનની કોઈપણ છોકરી ગમે, હું તેના નિર્ણય સાથે ઊભો રહીશ. મારે તેની ખુશીમાં રહેવું છે. તે અને ગૌહર એકબીજાને લઈને સિરિયસ છે અને મને તેમાં કોઈ પ્રોબ્લેમ નથી. મારો ઈરાદો બસ એ જ છે કે મારું બાળક ખુશ રહે.’

હજુ લગ્નની તારીખ નથી આવી
લગ્નની તારીખને લઈને સિનિયર દરબારે આગળ જણાવ્યું કે, ‘ભરોસો કરો તો, મને સોશિયલ મીડિયા અને બીજા પ્લેટફોર્મ મારફતે ખબર પડી કે ડિસેમ્બરમાં આ લોકો લગ્ન કરી રહ્યા છે. ત્યાં સુધી કે તેણે તેની મમ્મીને પણ આ જ કહ્યું છે કે જ્યારે તેને લાગશે કે હવે લગ્ન કરવા છે ત્યારે તે આવીને મને મળશે. જે દિવસે જૈદ આવીને મને વાત કરશે ત્યારે અમે આગળ વધશું. હું પણ મારા દીકરાને સેટલ જોવા ઈચ્છું છું. ટૂંક સમયમાં તેનાં લગ્ન કરાવીશું, જોકે લગ્નની તારીખ હજુ નક્કી નથી. આ વર્ષના અંત સુધી કંઈક સારું જરૂર થશે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here