વડોદરા : જૈન પરિવારોએ મહાવીર જયંતિની ઘરમાં જ ઉજવણી કરી, વિશ્વ કોરોના મુક્ત થાય તેવી પ્રાર્થના કરી

0
4

વડોદરા. વડોદરા શહેરમાં જૈન પરિવારોએ મહાવીર જયંતિની ઘરમાં જ ઉજવણી કરી હતી અને હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસથી દુનિયાને બચાવવા માટે પ્રાર્થના કરી હતી.

 

જૈન લોકો ઘરની બહાર ન નીકળ્યા, ઘરમાં જ પ્રાર્થના કરી

મહાવીર જયંતિ જૈન ધર્મના લોકો માટે પવિત્ર દિવસ ગણાય છે. મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખાતા આ દિવસે જૈન લોકો ઉત્સાહથી ઉજવે છે. આ દિવસે જૈન ધર્મના ચોવીસમા અને છેલ્લા તિર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાથી આ દિવસને મહાવીર જયંતિ તરીકે મનાવવામાં આવે છે. તેમનો જન્મ ભારતીય વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હતો. દેશમાં કોરોના વાઈરસની કેહરની મહામારીના કારણે જૈન ધર્મના અનુયાયીઓએ પોતાના ઘરોમાં જ મહાવીર જયંતિની ઉજવણી કરી હતી અને કોરના વાઈરસની મહામારીથી દુનિયાને બચાવવા માટે પ્રાર્થના પણ કરી હતી.