ઇડર : જૈન સાધુની કાળી કરતૂત, બંધ રૂમમાં મહિલા સાથે બળજબરીથી શારીરિક સંબધ બાંધ્યા

0
11

ધર્મના નામે મહિલાઓનું શોષણ કરતા વધુ એક લંપટ જૈન સાધુની કાળી કરતૂતનો પર્દાફાસ થયો છે. ઈડર પાવાપુરી જલ મંદિરના જૈન સાધુ રાજા સાહેબ રાજતિલક સાગરજીએ પોતાની સાથે પૂજા રૂમમાં બળજબરીથી સંપૂર્ણ નિર્વસ્ત્ર કરીને શરીરસુખ માણ્યું હોવાની સુરેન્દ્રનગરના વઢવાણની મહિલાએ ફરિયાદ કરી છે.

મહિલાએ ફરિયાદમાં લખાવ્યું છે કે 2013માં 22 એપ્રિલે રાજા સાહેબે પૂજાના રૂમમાં તેને બેસાડીને આંખમાં આંખ નાખી જોવાનું કહીને તેમ કરતા હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું અને તારી દીકરીને પિતા તરીકેનુ સુખ આપવા માંગુ છું, તને આખી જિંદગી પત્ની બનાવીને મારી સાથે રાખીશ. દીકરીના સારા ભવિષ્યની લાલચ આપી તેની સાથે બળજબરીપૂર્વક જૈન મુનિએ શરીરસુખ માણ્યું હતું. બળાત્કાર કરી જૈન મંદિરની પવિત્ર જગ્યાને અપવિત્ર કરી બળાત્કારની વાત કોઇને કહીશ તો તને અને તારી દીકરીને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી.

મહિલાનો આક્ષેપ છે કે, જૈન સાધુએ બંધ રૂમમાં મારી સાથે બળજબરી કરી મારી ઇચ્છા વિરૂધ્ધ શરીર સુખ માણેલું. મેં બૂમો પાડવાનો અને ભાગવાનો પ્રયત્ન કરતાં તેમણે મને બળજબરીથી પકડી રાખેલી અને મારી ઇચ્છા વિરૂધ્ધ મને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી મારી સાથે મારી ઇચ્છા વિરૂધ્ધ શરીર સુખ માણેલું.

મહિલાનો આક્ષેપ છે કે, સાધુએ ત્યારબાદ ધમકી આપેલી કે આ બાબતે બહાર જઇને કોઇને વાત કહીશ અથવા પોલીસ ફરિયાદ કરીશ તો મહિલાને અને તેની દીકરીને જાનથી મારી નાખીશ. ત્યાર બાદ મહિલા તથા તેની દીકરી ઉપાશ્રય છોડી ઘરે આવી ગયેલા હતા.

સાથે બળજબરીપૂર્વક જૈન મુનિએ શરીરસુખ માણ્યું હતું. બળાત્કાર કરી જૈન મંદિરની પવિત્ર જગ્યાને અપવિત્ર કરી બળાત્કારની વાત કોઇને કહીશ તો તને અને તારી દીકરીને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. આ ઘટના સાત વર્ષ પહેલાં બની હોવાનો મહિલાનો આક્ષેપ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here