વડોદરા : કોરોના ફેલાવવા મુસ્લીમોને જવાબદાર ઠેરવતી પોસ્ટના કેસમાં જૈન મુની આચાર્ય સુર્યસાગરજીની આગોતરા જામીન અરજી કોર્ટે મંજૂર કરી

0
0

વડોદરા. કોરોના વાઇરસ ફેલાવવા અંગે મુસ્લીમોને જવાબદાર ઠેરવતી પોસ્ટના કેસમાં જૈન મુની આચાર્ય સુર્યસાગરજીને કોર્ટમાંથી રાહત મળી છે. સાવલી કોર્ટે જૈન મુની આચાર્ય સુર્યસાગરજીની આગોતરા જામીન અરજી મંજૂર કરી છે.

જૈન મુની આચાર્ય સુર્યસાગરજીને 10 દિવસમાં પાસપોર્ટ જમા કરાવવા કોર્ટનો આદેશ

જૈન મુની આચાર્ય સુર્યસાગરજીએ કોરોના ફેલાવવા માટે મુસ્લીમોને જવાબદાર ઠેરવતી પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર કરી હતી. જેને લઇને વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં જૈન મુની આચાર્ય સુર્યસાગરજી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી, ત્યારબાદ જૈન મુની આચાર્ય સુર્યસાગરજીએ આગોતરા જામીન અરજી કરી હતી. સાવલી કોર્ટે જૈન મુની આચાર્ય સુર્યસાગરજીની આગોતરા જામીન અરજી મંજૂર કરી છે. જોકે જૈન મુની આચાર્ય સુર્યસાગરજીને 10 દિવસમાં પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ સાવલી કોર્ટે કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here