મોડાસા : જૈન દેરાસર વિસ્તારમાં પરિવારજનો ના ઘર થઇ ચોરી, ૧ લાખથી વધુની ચોરી

0
19

નવરાત્રીની રમઝટ વચ્ચે તસ્કરોના તરખાટે મોડાસા શહેર પોલીસતંત્રને ગરબે રમતા કરી દીધી હતી હિન્દૂ ધર્મમાં શુભ કાર્ય માટે હંમેશા લોકો શુભ મુહર્તની રાહ જોતા હોય છે. તસ્કર ટોળકી અને ચોરી લૂંટારુ ગેંગ પણ જાણે શુભ મુહર્ત ની રાહ જોતી હોય તેમ દશેરાના દિવસે મોડાસા શહેરના જૈનદેરાસર વિસ્તારમાં એક મકાનમાં પરિવાર ઘસઘસાટ ઉંઘતો રહ્યો અને તસ્કરોએ ત્રાટકી ૧ લાખ રૂપિયાથી વધુની લૂંટ ચલાવી રફુચક્કર થઈ જતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. મોડાસા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોડાસા શહેરમાં ચોર,લૂંટારુ અને ઘરફોડિયા ગેંગ સામે પોલીસતંત્રએ જાણે ઘૂંટણિયા ટેકવી દીધા હોય તેમ બિન્દાસ્ત રહેણાંક મકાનોમાં ત્રાટકી લૂંટની ઘટનાને અંજામ આપી રહી છે. પોલીસતંત્ર રાબેતા મુજબ કામગીરી કરી સંતોષ માની રહી હોય તેવું નગરજનો અહેસાસ અનુભવી રહ્યા છે.

મોડાસા શહેરના પરબડી વિસ્તારમાં આવેલ જૈન દેરાસરમાં સમાચાર પત્રોની એજન્સી ધરાવતા જયેશ ગાંધીના મકાનમાં નવરાત્રીના નવમાં નોરતે ઘરમાં ઘસઘસાટ પરિવાર ઉંઘતો હતો અને બહાર થી દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી ઘરમાં તિજોરી અને કબાટમાં તોડફોડ કરી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી એક લાખ રૂપિયાથી વધુની લૂંટ ચલાવી રફુચક્કર થઈ ગયા હતા. પરિવારજનો ઉઠીને બીજા રૂમમાં જોતા ચોરી થયાની ખબર પડતા મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા પોલીસે પ્રાથમિક તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

મોડાસા શહેરના જૈનદેરાસર વિસ્તારમાં તસ્કરોએ લૂંટની ઘટનાને અંજામ અપાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો મોડાસા ટાઉનપોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવાઓ પોકળ બની રહેતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.