મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી ગાડી પાર્ક કરવાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-ઉલ-હિંદે લીધી

0
3

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયા બહાર વિસ્ફોટક ભરેલી ગાડી પાર્ક કરવાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-ઉલ-હિંદે લીધી છે. સંગઠને આ સંબંધિત પોસ્ટ સોશિયલ મીડિયા પર મુકી છે. થોડા દિવસ પહેલાં આ જ સંગઠને દિલ્હીમાં ઈઝરાયલ એમ્બેસી પાસેના બ્લાસ્ટની જવાબદારી પણ લીધી હતી. જોકે મુંબઈ પોલીસે આ દાવાનો ખુલાસો કર્યો નથી. મીડિયા રિપોર્ટ્સમાં આને આતંકી સંગઠનનો પબ્લિસિટી સ્ટંટ માનવામાં આવે છે.

આતંકી સંગઠને પૈસાની પણ ડિમાન્ડ કરી

આતંકી સંગઠને પોતાની પોસ્ટમાં ઈન્ટેલિજન્સ એજન્સીને ચેલેન્જ કરી છે અને પૈસાની ડિમાન્ડ પણ કરી છે. તેમાં લખ્યું છે, આ માત્ર ટ્રેલર છે અને પિક્ચર હજી બાકી છે. રોકી શકો તો રોકી લો. તમે કશું નહતા કરી શક્યા જ્યારે અમે તમારા દિલ્હીમાં હિટ કરી શક્યા હતા. તમે મોસાદ સાથે હાથ મિલાવ્યો, પરંતુ કશું ના થઈ શક્યું. તમને ખબર છે તમારે શું કરવાનું છે. બસ પૈસા ટ્રાન્સફર કરી દો જે તમને પહેલાં પણ કહેવામાં આવ્યું હતું.

આતંકી સંઠનની કરતૂત હોવાની શક્યતા ઓછી

ઘટનાની તપાસ સાથે જોડાયેલા આતંકવાદ નિરોધક ગ્રૂપના એક અધિકારીનું કહેવું છે કે, અત્યાર સુધી તપાસમાં જે પણ પુરાવા મળ્યા છે તેમાં આ કોઈ આતંકવાદ સંગઠનની કરતૂત હોવાની શક્યતા લાગતી નથી.

ઘટનામાં સંકળાયેલી ઈનોવાની તપાસ ઝડપથી કરવામાં આવી રહી છે

ઘટનામાં સંકળાયેલી ઈનોવાની તપાસ ઝડપથી કરવામાં આવી રહી છે

ગાડીના માલિક સુધી પહોંચી પોલીસ

ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ગાડી મનસુખ હિરેન નામની વ્યક્તિના નામ પર નોંધાયેલી છે. હિરેને જણાવ્યું હતું કે 17 ફેબ્રુઆરીની સાંજે તેઓ થાણેથી ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં ગાડી બંધ થઈ ગઈ હતી. તેમને ઉતાવળ હોવાથી ગાડી એરોલી બ્રિજ પાસે ઊભી કરી દીધી હતી. બીજા દિવસે તેઓ ગાડી લેવા ગયા તો તેમને ના મળી.

વિસ્ફોટક ભરેલી ગાડીમાંથી 20 જેટલી નંબર પ્લેટ મળી આવી છે

વિસ્ફોટક ભરેલી ગાડીમાંથી 20 જેટલી નંબર પ્લેટ મળી આવી છે

ઓળખ નાબૂદ કરવાનો પ્રયત્ન

આરોપીઓએ ગાડીની નંબરપ્લેટ બદલી દીધી હતી અને ચેસિસ નંબર ખોતરી નાખ્યા હતા. તેમ છતાં પોલીસને ગાડીની ઓળખ કરવામાં સફળતા મળી છે. આ ગાડીમાંથી 20 નંબરપ્લેટ પણ મળી આવી છે. આ નંબર મુકેશ અંબાણીના સ્ટાફની ગાડીઓ સાથે મેચ થઈ રહ્યા છે. શંકા છે કે આરોપી લાંબા સમયથી તેમના કાફલાનો પીછો કરી રહ્યો હતો.

નાગપુરમાં બનેલી છે જિલેટિન સ્ટિક્સ

કારમાંથી મળેવી જિલેટિન સ્ટિક્સ નાગપુરની સોલર ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીએ બનાવી છે. ક્રાઈમ બ્રાન્ચની કંપનીના ચેરમેન સત્યનારાયણ નુવાલનું નિવેદન લેવામાં આવ્યું છે. પોલીસે તે લોકોની માહિતી મેળવી લીધી છે, જેમને તેમણે જિલેટિન વેચી હતી.

જિલેટિન સ્ટીક

જિલેટિન સ્ટીક

સત્યનારાયણ નુવાલે જણાવ્યું છે કે જિલેટિન સ્ટીક્સ હંમેશાં સીલબંધ બોક્સમાં ડિસપેચ કરવામાં આવે છે અને એ બોક્સ ઉપર બધી માહિતી હોય છે, પરંતુ જો બોક્સ તૂટેલું હોય અને જિલેટિનના રોડને કાઢી નાખવામાં આવ્યો હોય તો એ જણાવવું મુશ્કેલ છે કે ડિલિવરી કોને કરવામાં આવી છે. સત્યનારાયણે જણાવ્યું હતું કે કંપની જિલેટિનનું બોક્સ કોને ડિસ્પેચ કરે છે એની સમગ્ર માહિતી ફોર્મ નંબર 11માં રાખે છે. આ ફોર્મ ભર્યા વગર કોઈને પણ જિલેટિન બોક્સ આપવામાં આવતું નથી. કોઈને પણ ડિલિવરી આપતાં પહેલાં ચીફ કંટ્રોલર ઓફ એક્સપ્લોઝિવ તરફથી મંજૂરી આપવામાં આવે છે. એ મંજૂરી મળ્યા પછી જ કોઈને બોક્સ ડિસ્પેચ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here