Bardoli Jalaram Khichdi Recipe: ખીચડીએ એક હેલ્ધી અને હળવો ખોરાક છે, મોટા ભાગના ઘરોમાં સાંજે જમવામાં ખીચડી બનતી હોય છે. નાના બાળકોને પણ ખીચડી ભાવતી હોય છે. આજે ગુજરાતી જાગરણ તમને એવી ખીચડીની રેસિપી જણાવશે કે જેને ખાધા પછી તમને મજા પડી જશે. આજે આપણે વાત કરીસું બારડોલીની ફેમસ જલારામ ખીચડીની. ચાલો જાણીએ કે બારડોલીની જલારામ ખીચડી ઘરે કેવી રીતે બનાવવી.
બારડોલીની જલારામ ખીચડી બનાવવાની સામગ્રી
ચોખા,
મગની દાળ,
પીળી મગની દાળ,
તુવેર દાળ,
પાણી,
સ્વાદ પ્રમાણે મીઠું,
હળદર પાવડર,
ઘી,
બટાકા,
રીંગણ,
ગાજર,
લીલા વટાણા,
દૂધી,
ઘી,
રાઈ,
જીરું,
સૂકું લાલ મરચું,
મીઠા લીમડાના પાન,
હિંગ,
મગફળી,
તમાલપત્ર,
લવિંગ,
સૂકું નાળિયેર,
ટામેટા,
લાલ મરચું પાવડર,
ધાણાજીરુ,
ગરમ મસાલો,
શેકેલા જીરા,
સમારેલી કોથમીર.
બારડોલીની જલારામ ખીચડી બનાવવાની રીત
સૌ પ્રથમ એક બાઉલમાં દાળ-ચોખા મિક્સ કરી પાણીથી ધોઈને 10 મિનિટ પાણીમાં પલાળી દો.હવે એક પ્રેશર કૂકરમાં પાણી ગરમ કરી તેમાં દાળ-ચોખા અને સમારેલા શાકભાજી ઉમેરીને હળદર, મીઠુ નાખીને મિક્સ કરી લો.હવે ફૂલ ગેસ પર કૂકર મૂકી તેમાં એક ચમચી ઘી ઉમેરી ઢાંકણ બંધ કરી 5 સીટી વાગે ત્યાં સુધી પકાવો.હવે તે પકાવીને ખીચડીમાં તેલ કે ઘી ઉમેરી મિક્સ કરી લો. ખીચડી તૈયાર છે,તમે તેને ગરમા-ગરમ સર્વ કરી શકો છો.