‘જલિકટ્ટુ’ની ઓસ્કરમાં એન્ટ્રી, કંગનાનો બોલિવૂડ પર શાબ્દિક પ્રહાર- મૂવી માફિયા ગેંગ ઘરમાં છુપાઈ રહી છે

0
12

બોલિવૂડને અવારનવાર આડે હાથ લેનાર કંગનાએ ફરી એકવાર નિશાન સાધ્યું છે. કંગનાએ મલયાલમ ફિલ્મ ‘જલિકટ્ટુ’ 93મા ઓસ્કર એવોર્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે તે વાત પર ખુશી વ્યક્ત કરી હતી. કંગનાએ બોલિવૂડ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી માત્ર ફિલ્મ ફેમિલી માટે જ નથી.

‘માફિયા ગેંગ ઘરમાં છુપાઈ ગઈ છે’

કંગનાએ પોતાની ટ્વીટમાં કહ્યું હતું, ‘તમામની તપાસ કરનારા કે પછી બીજાને ગમે તેમ કહેનારા બુલિવુડ (બોલિવૂડ) ગેંગને અંતે કંઈક પરિણામો મળી રહ્યા છે. ભારતીય ફિલ્મ માત્ર ચાર ફિલ્મી પરિવાર અંગે જ નથી. મૂવી માફિયા ગેંગ પોતાના ઘરમાં છુપાઈ રહી છે અને જ્યુરી પોતાનું કામ કરી રહી છે. ‘જલિકટ્ટુ’ની ટીમને શુભેચ્છા.

14 સભ્યોની કમિટીએ ફિલ્મની પસંદગી કરી

ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાના 14 સભ્યોની એક કમિટીએ ડિરેક્ટર લિજો પેલ્લિસરીની આ સટાયરિકલ-થ્રિલર ફિલ્મને પસંદ કરી છે. હવે ‘જલિકટ્ટુ’ આગામી એપ્રિલ મહિનામાં અમેરિકાના લોસ એન્જલસ ખાતે યોજાનારા ઓસ્કર અવૉર્ડ્ઝમાં બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ-ફોરેન લેન્ગ્વેજ કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ઓસ્કર સેરેમની 25 એપ્રિલ, 2021ના રોજ લોસ એન્જલસમાં યોજાશે.

27 ફિલ્મમાંથી ‘જલિકટ્ટુ’ની પસંદગી થઈ

93મા ઓસ્કર અવૉર્ડ્ઝમાં એન્ટ્રી મોકલવા માટે દેશભરની કુલ 27 ફિલ્મ વચ્ચે કોમ્પિટિશન હતી. તેમાં સુજિત સરકારની ‘ગુલાબો સિતાબો’, સફદર રહનાની ‘ચિપ્પા’, હંસલ મહેતાની ‘છલાંગ’, ચૈતન્ય તામ્હણેની ‘ધ ડિસિપલ’, વિધુ વિનોદ ચોપરાની ‘શિકારા’, અનંત મહાદેવનની ‘બિટરસ્વીટ’, રોહેના ગગેરાની ‘ઇઝ લવ ઇનફ સર’, ગીતુ મોહનદાસની ‘મૂથોન’, નીલા માધબની ‘કલીરા અતીતા’, અન્વિતા દત્તની ‘બુલબુલ’, ‘હાર્દિક મહેતાની ‘કામયાબ’ અને સત્યાંશુ- દેવાંશુની ‘ચિન્ટુ કા બર્થડે’ પણ સામેલ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here