અમદાવાદ : જમાલપુરમાં ઝઘડામાં વચ્ચે પડેલા યુવકની છાતીમાં છરીના ઘા ઝીંકી હત્યા,

0
16

અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી હજારીની પોળ પાસે ગત મોડી રાતે યુવકની હત્યા કરવામાં આવી હતી. ઝઘડામાં વચ્ચે છોડવવા પડતા છાતીમાં છરીના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી. ગાયકવાડ હવેલી પોલીસે બે આરોપીની ધરપકડ કરી અન્ય 3 આરોપીની શોધખોળ શરૂ કરી છે.

રિયાઝૂદિન ભાજપ કાર્યકર
મૃતક રિયાઝૂદિન શેખ ભાજપનો કાર્યકર હતો. તે અગાઉ જમાલપુર વોર્ડમાં કોષાધ્યક્ષ હતો. તે આર આર ટ્રાન્સપોર્ટના નામે ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં હતો. તેની હત્યામાં સામેલ એક આરોપી અગાઉ પણ હત્યામાં સામેલ હતો.

હજારીની પોળ પાસે મિત્રો ઊભા હતા
જમાલપુર વિસ્તારમાં રહેતો રિયાઝૂદિન શેખ નામનો યુવક ગઈકાલે મોડી રાતે હજારીની પોળ પાસે તેના મિત્ર સાથે ઊભો હતો ત્યારે 5 જેટલા શખ્સ ત્યાં આવ્યા હતા. રિયાઝૂદિનના મિત્ર સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. જેમાં રિયાઝૂદિન છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો. જેમાં પાંચેય તેને માર માર્યો હતો અને છાતીમાં છરીના ઘા મારી દીધાં હતાં. હત્યા બાદ તેઓ ત્યાંથી નાસી ગયા હતા. ગાયકવાડ હવેલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here