Thursday, August 5, 2021
Homeજામજોધપુરનાં ધારાસભ્ય ચિરાગ કાલરિયાનો રિપોર્ટ પોઝિટિવ
Array

જામજોધપુરનાં ધારાસભ્ય ચિરાગ કાલરિયાનો રિપોર્ટ પોઝિટિવ

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યને કોરોનાનો ચેપ લાગ્યો છે. જામજોધપુરના પાટીદાર ધારાસભ્ય ચિરાગ કાલરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચિરાગ કાલરીયાને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ભરતસિંહના સંપર્કમાં આવ્યા હતા ચિરાગ કાલરીયા

રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરતી વખતે અને પાર્ટીની બેઠકો અને નેતાઓ સાથેના સંપર્કમાં આવ્યા બાદ તેમને કોરોનાની અસર જોવા મળી હતી. ખાસ કરીને ભરતસિંહ સોલંકીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા તમામ ધારાસભ્યોનો રિપોર્ટ ધીમે ધીમે પોઝિટીવ આવવા લાગ્યો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયા ભરતસિંહના સંપર્કમાં આવ્યા બાદ તેમને કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમને રિપોર્ટ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

અમિત ચાવડા હોમ ક્વોરન્ટાઈન

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પણ હાલ હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. કોંગ્રેસના અમિત ચાવડાને કોરોનાના લક્ષણ જણાતા તેમણે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો હોવાની માહિતી હાલ મલી રહી છે. ત્યારબાદ તેમને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. અમિત ચાવડા પણ ભરતસિંહ સોલંકીના સંપર્કમાં આવ્યા હતા.

મૌલિન વૈષ્ણવ અને ચેતન રાવલ પણ આવ્યા કોરોનાની ઝપટે

કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી પછી કોંગ્રેસના એક પછી એક નેતાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવા લાગ્યો છે. કોંગ્રેસના મૌલિક વૈષ્ણવનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મૌલિક વૈષ્ણવનો પહેલો રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ બીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં હારેલા કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરાની બેન્કર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેવામાં તેમના સંપર્કમાં આવેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓને કોરોના થવાની શક્યતા રહેલી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments