પ્રવાસ : તણાવની વચ્ચે 3 દિવસ માટે જમ્મૂ-કાશ્મીરના પ્રવાસ પર જશે ગૃહમંત્રી અમિત શાહ

0
33

ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ સાંસદ સત્ર પછી 3 દિવસ માટે કાશ્મીરના પ્રવાસે જશે.અમિત શાહ વિધાનસભા ચૂંટણીની તૈયારી કરવા માટે કાશ્મીર પાર્ટીના કાર્યક્રમમાં શામેલ થશે. અમિત શાહ કાશ્મીર ઘાટીના અલગ-અલગ જિલ્લામાં કાર્યક્રર્તાઓની સાથે બેઠક કરશે, તો સભ્યતા અભિયાન માટે કાર્યક્રર્તાઓને વધારેમાં વધારે સભ્ય બનાવવા માટે પ્રેરિત કરશે.

અમિત શાહ કાશ્મીર પછી આ જ મહિનામાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ માટે 2 દિવસ જમ્મૂ પ્રવાસે પણ જશે અને ત્યાં બૂથ ઇનચાર્જની બેઠકને સંબોધિત કરશે. સૂત્રોનુસાર, ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ કાશ્મીર ઘાટીમાં વધારેમાં વધારે વિધાનસભા સીટ જીતવા માટે રણનીતિ બનાવી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે કાશ્મીરની ઘાટીમાં મોટી સંખ્યામાં સુરક્ષાબળોને તૈનાત કરવાથી મહબૂબા મુફ્તી સહિત ઘાટીના બીજી નેતાઓનું ઉંઘ ઉડાડી દીધી છે. તેઓને આશંકા છે કે ઘાટીમાં કંઇક મોટુ થવાનું છે. મહેબૂબા મુફ્તીએ આ અંગે રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરી હતી.

મહેબૂબા મુફ્તીએ કહ્યુ કે, અમારા રાજ્યપાલ સત્યાપાલ મલિકજીની સાથે મુલાકાત કરીને અફવાહોથી દૂર રહેવાનું અનુરોધ કર્યો, જેના કારણે ઘાટીમાં ડરની સ્થિતિ ઉભી ના થાય.

જમ્મૂ-કાશ્મીરના કેરન સેક્ટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાની  BAT ( બોર્ડર એક્શન ટીમ )ની ઘુસપેઠની તમામ પ્રયત્નોને નાકામ કરી દીધી. આંતકીઓ સાથે મુઠભેડમાં ભારતીય સેનાએ 5-7 પાકિસ્તાની સેનાના BAT કમાન્ડો/ આતંકીઓને માર્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here