જમ્મૂ-કાશ્મીરના કિશ્તવાડમાં રોડ અકસ્માતની દૂર્ઘટના સામે આવી છે. કેશવન વિસ્તારમાં યાત્રીઓથી ભરેલી બસ ખીણમાં ખાબકી છે. આ દૂર્ઘટનામાં 24 લોકોના મોત નિપજ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જ્યારે અન્ય 13 લોકોને ઇજા પહોંચી છે.
આ દૂર્ઘટનામાં મૃતકોનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. દૂર્ઘટના સ્થળ પર હાલમાં રેસ્કયૂની ટીમ દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દૂર્ઘટનામાં ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
જ્યાં તેમનો ઇલાજ કરવામાં આવી રહ્યો છે. દૂર્ઘટના સ્થળ પર હાલ પોલીસ અને બચાવ દળની ટીમ પહોંચી ગઇ છે. એક મળતાં અહેવાલ મુજબ એક મીની બસ કેશવનથી કિશ્તવાડ જઇ રહી હતી. ત્યારે આ બસ શ્રીગિરીની પાસે રોડ પરથી ઉતરી જતાં ખીણમાં ખાબકી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બસમાં ઓવરલોડ યાત્રીઓ ભર્યા હતા.