જમ્મુ-કાશ્મીરના નિર્ણય મુદ્દે પાકિસ્તાનમાં હડકંપ, એરસ્પેસ બંધ કરવાની ફિરાકમાં

0
15

મોદી સરકારે જમ્મૂ કાશ્મીર પર નિર્ણય લીધો ત્યારથી પાકિસ્તાનમાં બેચેની વધી ગઇ છે. પાકિસ્તાનને હવે ભારત સાથે યુદ્ધ થવાનો ડર સતાવી રહ્યો છે. આજ કારણે પાકિસ્તાનના પ્રધાનમંત્રીથી લઇને આર્મી ચીફ સહિતના નેતાઓ યુદ્ધની વાત કરી રહ્યા છે. એવા સમાચાર પણ છે કે હવે પાકિસ્તાન ભારતની ફ્લાઇટ્સ માટે પોતાની એરસ્પેસ બંધ કરી શકે છે.

પાકિસ્તાની મીડિયા પ્રમાણે કાશ્મીર મુદ્દાને લઇને પાકિસ્તાન ભારત પર દબાણ વધારવાની તૈયારી કરી રહ્યું છે. આ કડીમાં ત્યાંના પ્રધાનમંત્રી ઇમરાન ખાને તુર્કી , મલેશિયા સહિત 6 દેશના નેતાઓ સાથે વાત કરી છે અને હવે પાકિસ્તાન ભારતીય ફ્લાઇટ્સ માટે એરસ્પેસ બંધ કરવાની ફિરાકમાં છે. જોકે અત્યાર સુધી આ મુદ્દે પાકિસ્તાન તરફથી કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

આ પહેલા ઇમરાને કહ્યું હતું કે જો ભારત સાથે યુદ્ધ થશે તો પાકિસ્તાન તેના માટે તૈયાર છે. તેના લીધી પૂર્વી સીમા પર પાકિસ્તાને આર્મી જવાનોની સંખ્યા વધારી દીધી છે. બીજી તરફ પાકિસ્તાનના કટ્ટરવાદી સંગઠનો જમ્મૂ કાશ્મીર પર લેવાયેલા નિર્ણયના વિરોધમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. લાહોર , કરાચી સહિત પાકિસ્તાનના ઘણા શહેરોમાં મોદી વિરુદ્ધ રેલીઓ કાઢવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને ભારતીય પ્લેન માટે તેનુ એરસ્પેસ બંધ કરી દીધી હતી. લગભગ ચાર મહિના બાદ ભારત સહિત અન્ય વિમાનો માટે એસપ્સેસ ખોલવામાં આવી હતી. આ નિર્ણયથી એર ઇન્ડિયાને 491 કરોડનું નુકશાન થયુ હતું કારણ કે ફ્લાઇટને ગુજરાત ઉપરથી અરબી સમુદ્ર પાર કરીને લઇ જવી પડતી હતી.

જમ્મુ કાશ્મીરના નિર્ણયથી પાકિસ્તાનમાં હવે હડકંપ છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફૂરે પોકળ ધમકી આપતા કહયું કે અનુચ્છેદ 370 અને 35 એને હટાવવાથી કાશ્મીરનો મુદ્દો ખતમ નથી થતો. આ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી કાશ્મીરીઓનો સંઘર્ષ સફળ ન થઇ જાય. ગફૂરે ટ્વિટ કરીને કહ્યું કે આ મુદ્દે કોઇ પણ હદ સુધી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here