જમ્મુ-કાશ્મીર : સીમા પર ગોળીબાર : 2 પાકિસ્તાની રેંજર્સ ઠાર, એક ભારતીય જવાન શહીદ

0
32
kashmirlife.net

જમ્મુ-કાશ્મીરના સુંદરબની સેક્ટર અને તંગધાર-કેરન સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ સંઘર્ષ વિરામ ઉલ્લંઘનમા સેનાનો એક જવાન શહીદ થયો છે. તો આ તરફ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના 2 સૈનિકોને ઠાર કર્યા હતા.સેનાના સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ તંગધાર-કેરન સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામ ઉલ્લંઘન કરવામાં આવતા ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી જેમાં એક જવાન શહીદ થયો હતો.

આપને જણાવી દઇએ કે, એક દિવસ પહેલા પાકિસ્તાની સેના દ્વારા નિયંત્રણ રેખા (LOC) પર ગોળીબાર કર્યો હતો, સેના પ્રવક્તાએ જણાવ્યું કે, રવિવાર બાદ સોમવારે પણ પાકિસ્તાની સૈનિકો દ્વારા સીમાપારથી ગોળીબાર યથાવત રાખ્યો હતો, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

તાજેતરમાં જ શોપિયામાં થઇ હતી અથડામણ

જમ્મૂ-કાશ્મીરમાં સેના દ્વારા આતંકીઓ વિરુધ્ધ ઓપરેશન યથાવત્ જોવા મળી રહ્યું છે. તાજેતરમાં શોપિયામાં સવારે સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. જેમાં ભારતીય સેનાએ બે આતંકીઓને ઠાર માર્યાં છે. જો કે હજી સુધી માર્યાં ગયેલા આતંકીઓની ઓળખ થઇ નથી.સૂત્રોને મળેલી જાણકારી મુજબ દક્ષિણ કાશ્મીરના શોપિયાના બોના બજાર વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની સેનાને ખબર મળી હતી. સેનાએ ખબર મળતાં આ વિસ્તારને ધેરી લીધો હતો. આતંકીઓ એક ઘરમાં છૂપાયાં હતા.ભારતીય સેના દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ હજી પણ ચાલી રહ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. આ દરમિયાન સેનાને એક મોટી સફળતા મળી છે. સેનાએ આ અથડામણમાં બે આતંકીઓને ઠાર માર્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here