જમ્મુ કાશ્મીર : બારામૂલામાં આતંકી હુમલો, 3 જવાન શહિદ

0
0

સોમવારે જમ્મુ કાશ્મીરના બારામુલામાં સીઆરપીએફની નાકા પાર્ટી પર આતંકવાદી હુમલો કર્યો. આતંકીઓએ બારામૂલા જિલ્લાના ક્રેરી વિસ્તારમાં આ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક પોલીસ જવાન જ્યારે સીઆરપીએફના બે જવાન શહીદ થયા છે. તેમને ઘાયલ અવસ્થામાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ સોમવારે આતંકવાદીઓએ બારામૂલાના ક્રેરી વિસ્તારમાં નાકા પાર્ટીમાં તૈનાન સીઆરપીએફના જવાનોને નિશાન બનાવ્યા હતા. આ હુમલો કર્યા બાદ આતંકીઓ નાસી ગયા હતા. આતંકવાદી હુમલો કર્યા બાદ તે ગામમાં જ છુપાયા હોવાનું સામે આવ્યું છે હાલ તેમની શોધખોળ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here