જમ્મૂ-કશ્મીરમાં અલગાવવાદી સંગઠનોના સંયુક્ત મંચ જોઈન્ટ રેસીડન્ટ લીડરશીપ એટલે કે JRLએ આજે ઘાટીમાં બંધનું એલાન આપ્યું છે. આજે આતંકી બુરહાન વાનીની ત્રીજી વરસી છે. ત્યારે આતંકી બુરહાન વાનીની વરસીને લઈને ઘાટીમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે.
અલગાવવાદીઓના બંધ વચ્ચે સુરક્ષાબળ પર આતંકી હુમલાની પણ દહેશત છે. જે બાદ સુરક્ષાબળ પણ હાઈ અલર્ટ પર છે. ગુપ્તચર વિભાગના અહેવાલ મુજબ આતંકીઓ સ્નાઈપર અને આઈ,ઈ.ડી,.થી હુમલો કરી શકે છે. ત્યારે ઘાટીમાં પણ સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મહત્વની વાત છે કે, બુરહાન વાનીની વરસીને લઈને ગયા વર્ષે પણ અલગાવવાદીઓએ ઘાટીમાં બંધનું એલાન આપ્યું હતુ. 8 જુલાઈ 2016ના રોજ આતંકી બુરહાન વાનીને સુરક્ષાબળે ઠાર માર્યો હતો.બુરહાન વાનીને તેની ગર્લફ્રેન્ડના માધ્યમથી બોલાવવામાં આવ્યો હતો અને જે મકાનમાં તે હતો તે મકાનને આગ લગાવી દીધી હતી.જ્યારે વાની પોતાનો જીવ બચાવવા માટે બહાર નીકળ્યો ત્યારે વાનીને ઠાર મારવામાં આવ્યો હતો.
ગુપ્તચર વિભાગના અહેવાલ મુજબ, બુરહાન વાનીની વરસી પર બદલો લેવા માટે આતંકીઓને ષડયંત્ર રચ્યુ છે. આતંકીઓ પુલવામામાં ફરીથી જવાનોને નિશાન બનાવી શકે છે. ગુપ્તચર વિભાગના અહેવાલ મુજબ, પાકિસ્તાની આતંકીઓ એક વાર ફરીથી પુલવામામાં સુરક્ષાબળને નિશાન બનાવી શકે છે. આ વખતે આતંકીઓ આઈ.ઈ.ડી. અને સ્નાઈપર ગનથી હુમલો કરી શકે છે. પાકિસ્તાની આતંકીઓ એક બાદ એક સુરક્ષાબળના જવાનોને નિશાન બનાવી શકે છે. નેશનલ હાઈવે પર સુરક્ષાબળ પર સ્નાઈપર ગનથી હુમલો કરી શકે છે.
સુત્રો મુજબ, 6 થી 8 પાકિસ્તાની આતંકીઓ કશ્મીરમાં ઘુસ્યા છે અને તેઓ પોતાના નામ બદલીને કશ્મીરમાં છુપાયા છે. આ આતંકીઓ બુરહાન વાનીનો બદલો લેવા માગતા હોઈ આતંકીઓને પ્લાન પણ બનાવ્યો છે. જોકે, 8 જુન, 2016ના રોજ આતંકી બુરહાન વાનીને સુરક્ષાબળે ઠાર માર્યો હતો. તો ગુપ્તચર વિભાગના અહેવાલ બાદ સુરક્ષાબળ પણ અલર્ટ છે.