J&K : ઘૂસણખોરોનો ઠાર કરીને ભારતીય સેનાએ પાકિસ્તાનને મૃતદેહ લઇ જવા કહ્યું

0
15

જમ્મુ કાશ્મીરના કેરન સેક્ટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાની BAT (બોર્ડર એક્શન ટીમ)ની ઘૂસણખોરીના પ્રયત્નોને નિષ્ફળ કરી દીધી. આતંકીઓની સાથે અથડામણમાં ભારતીય સેનાએ 5 થી 7 પાકિસ્તાની સેનાના બેટ કમાન્ડોનો ઠાર કર્યો.

ભારતીય સેનાએ પાકિસ્તાનના માર્યા ગયેલા આતંકીઓના શવ મૃતદેહ લઇ જવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાના મૃતદેહોને લઇ જવા માટે સફેજ ઝંડાની સાથે આવવાનો પ્રસ્તાવ આપ્યો છે. જો કે પાકિસ્તાન તરફથી હજુ કોઇ જવાબ આવ્યો નથી. 

ભારતીય સેનાએ ઘૂસણખોરીઓના મૃતદેહના ફોટા પણ જારી કર્યા હતા. લાલ રંગના ઘેરામાં ઘૂસણખોરીઓના મૃતદેહ દુનિયાને દેખાડવા માટે યોગ્ય છે કે હવે પાકિસ્તાનની એક એક ગોળીનો હિસાબ કેવી કેવી રીતે આપવામાં આવશે.

પાકિસ્તાને શનિવારે ભારત પર આરોપ લગાવ્યો હતો કે એલઓસી પર ભારતીય સેના કથિત રીતે ક્લ્સ્ટર બોમ્બનો ઉપયોગ કરી રહી છે. એના જવાબમાં ભારતીય સેનાએ કહ્યું કે એમના દ્વારા નિયંત્રણ રેખા પર માત્ર ઘૂસણખોરી રોકવાનો પ્રયત્નના કારણે પાકિસ્તાની સૈન્ય અડ્ડાઓ પર કરારી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સેનાએ કહ્યું હતું કે પાકિસ્તાની બળો દ્વારા સતત આતંકવાદીઓની ઘૂસણખઓરી કરાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. આ પહેલા પણ પાક સેનાએ ભારતીય સેના પર ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો અને સામાન્ય નાગરિકોને નિશાનો બનાવીને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here