JAMMU KASHMIR : આતંકી જાકિર મૂસા એન્કાઉન્ટરમાં ઠાર મરાયો, બુરહાની વાની બાદ બન્યો હતો હિઝબુલ કમાંડર

0
22

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામાના ત્રાલમાં ગુરુવાલે સાંજે સુરક્ષાબળોએ અલકાયદાના કથિત આતંકી જાકિર મૂસા એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. તેની લાશને પણ કબ્જે કરવામાં આવી છે. ઘટનાસ્થળ પરથી AK-47 રાઈફલ અને એક રોકેટ લોન્ચર પણ કબ્જે કરવામાં આવ્યા છે. મૂસા બુરહાન વાનીના મોત બાદ હિઝબુલનો કમાંડર બન્યો હતો. ત્યારબાદ તેને કાશ્મીરમાં અલ-કાયદા સાથે સંબંધિત સંગઠન અંસાર ગજવત-ઉલ-હિન્દુ શરૂ કર્યું હતું.

અધિકારીઓએ પ્રમાણે, સુરક્ષાબળોએ ગુપ્ત જાણકારી મળ્યા બાદ ત્રાણના દદસારા ગામમાં ઘરની ઘેરાબંદી કરી લીધી હતી. આ જોઈને આતંકીઓએ સુરક્ષાબળો પર ગોળી વરસાવાનું શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત આતંકીઓએ ગ્રેનેડથી પણ હુમલો કર્યો હતો. જો કે જવાબી કાર્યવાહીમાં મૂસા ઠાર મરાયો હતો.

આ વિસ્તારમાં વધુ આતંકીઓના છુપાયા હોવાની જાણકારી બાદ સેનાની અન્ય ટુકડીઓને મોકલવામાં આવી છે. જો કે હાલ અફવાઓને રોકવા માટે પુલવામા અને તેની પાસે આવેલા અવંતિપોરામાં ઈન્ટરનેટ સુવિધાઓ બંધ કરી દેવાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here