J&Kમાં એન્કાઉન્ટર : બડગામના પઠાનપોરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ફરી એન્કાઉન્ટર.

0
5

બડગામ. બડગામ જિલ્લાના પઠાનપોરા વિસ્તારમાં સુરક્ષાદળોની આતંકીઓ સાથે અથડામણ ચાલી રહી છે. આતંકીઓના છુપાયા હોવાના ઈનપુટ મળતાની સાથે સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ પહેલા બુધવારે શોપિયા જિલ્લાના સુગૂ વિસ્તારમાં 5 આતંકીઓને ઠાર માર્યા હતા.

છેલ્લા 10 દિવસોમાં 23 આતંકીઓ ઠાર મરાયા 

ઈન્ટેલિજન્સ એન્જસીએ ગત મહિને પાકિસ્તાનથી આતંકી ઘુસણખોરીનું એલર્ટ આપ્યું હતું. ત્યારબાદ સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. છેલ્લા 10 દિવસોમાં 7 એન્કાઉન્ટરમાં 23 આતંકી ઠાર મરાયા છે.
1 જૂનઃ નૌશેરા સેક્ટરમાં ઘુસણખોરીના પ્રયાસ કરતા 3 પાકિસ્તાની આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા હતા
2 જૂનઃ પુલવામાના ત્રાલ વિસ્તારમાં 2 આતંકી ઠાર મરાયા હતા
3 જૂનઃ પુલવામાના જ કંગન વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા
5 જૂનઃ રાજોરી જિલ્લાના કાલાકોટમાં એક આતંકીને ઠાર કર્યો હતો
7 જૂનઃ શોપિયાના રેબન ગામમાં 5 આતંકીઓનું એન્કાઉન્ટર કરાયું
8 જૂનઃ શોપિયાના પિંજોરા વિસ્તારમાં 4 આતંકી ઠાર મરાયા હતા
10 જૂનઃ શોપિયાના સુગૂ વિસ્તારમાં 5 આતંકીઓનું એન્કાઉન્ટર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here