જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટર : શોપિયાંના સુગુ વિસ્તારમાં સુરક્ષાદળોએ 5 આતંકવાદીઓને ઠાર કર્યા, 4 દિવસમાં 14 આતંકી મોતને ઘાટ ઉતારાયા

0
0

જમ્મુ-કાશ્મીર. શોપિયાં જિલ્લાના સુગુ વિસ્તારમાં સુરક્ષાદળોએ 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે. એન્કાઉન્ટર હજુ ચાલું છે. આતંકવાદીઓ છૂપાયા હોવાની સૂચના બાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ પહેલા સોમવારે શોપિયાંના પિંજોરા વિસ્તારમાં  આતંકવાદીઓ ઠાર કરાયા હતા. રવિવારે શોપિયાંના હી રેબન ગામમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા હતા.

બે સપ્તાહમાં 6 ટોચના કમાન્ડર સહિત 22 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરમાં DGP દિલબાગ સિંહે સોમવારે જણાવ્યું હતું કે છે બે સપ્તાહમાં સુરક્ષાદળોએ 9 એન્કાઉન્ટરમાં 22 આતંકવાદીઓને ઠાક કર્યા છે. તેમાથી 6 ટોચના કમાન્ડર હતા. આ વર્ષમાં અત્યાર સુધીમાં 36 ઓપરેશનમાં 88 આતંકી માર્યા ગયા છે. DGP એ જણાવ્યું કે કાશ્મીર વિસ્તારમાં લાઈન ઓફ કંટ્રોલ ઉપર આંતકવાદીઓના ઠેકાણા 150થી 250 આતંકીઓ હોય શકે છે. જમ્મુ વિસ્તારમાં 125થી 150 આતંકીઓ હોવાનું અનુમાન છે.

10 દિવસમાં 7 એન્કાઉન્ટર, 23 આતંકી માર્યા ગયા
ઈન્ટેલીજન્સ એજન્સીએ છેલ્લા મહિનામાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાનું એલર્ટ આપ્યું હતું. ત્યાર પછી સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

1 જૂન: નૌશેરા સેક્ટરમાં 3 પાકિસ્તાની આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા હતા, તેઓ ભારતની સરહદમાં ધૂસવાની કોશિશ કરી રહ્યા હતા.
2 જૂન: પલવામાના ત્રાલ વિસ્તારમાં 2 આતંકી માર્યા ગયા.
3 જૂન: પુલવામાના હી કંગન વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
5 જૂન: રાજૌરી જિલ્લામાં કાલાકોટમાં એક આતંકવાદી ઠાર કરાયો.
7 જૂન: શોપિયાંના રેબન ગામમાં 5 આતંકી માર્યા ગયા.
8 જૂન:  શોપિયાંના પિંજોરા વિસ્તારમાં 4 આતંકી ઠાર.
10 જૂન: શોપિયાંના સુગુ વિસ્તારમાં 5 આતંકી ઠાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here