Thursday, August 5, 2021
No menu items!
Homeજામનગર : એક જ દિવસમાં 118 દર્દીઓના મોત અને 564 નવા કેસ
Array

જામનગર : એક જ દિવસમાં 118 દર્દીઓના મોત અને 564 નવા કેસ

જામનગરમાં કોરોનાની સુનામીના કારણે 118 દર્દીના મોત નિપજતાં અને 564 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. મહામારી દરરોજ મોત, કેસનો નવો વિક્રમ સર્જી રહી છે ત્યારે ગુરૂવારે દર કલાકે 5 દર્દીના મોત અને 24 પોઝિટિવ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં શહેરમાં 336 અને જિલ્લામાં 228 મળીને 564 લોકો સંક્રમિત થયા છે તો 279 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે.

તંત્રના ચોપડે પણ પ્રથમ વખત કોરોનાથી એકસાથે 9 દર્દીના મોત નોંધાયા
કોરોના મહામારીને એક વર્ષથી વધુનો સમય થયો છે અને બીજી લહેર વધુ ધાતક બનતા દર્દીઓના ટપોટપ મૃત્યુ થઇ રહ્યા છે. ત્યારે તંત્રના ચોપડે જૂજ મોત જ નોંધાઇ રહ્યા છે. પરંતુ ગુરૂવારે પ્રથમ વખત કોરોનાથી શહેરમાં 5 અને જિલ્લામાં 4 દર્દીના મોત થયાનું નોંધાયું છે. જેના કારણે મૃત્યુઆંક શહેરમાં 29 અને જિલ્લામાં 22 પર પહોંચ્યો છે.

ખાનગી હોસ્પિટલમાં ફક્ત 94 બેડ ખાલી
જામનગરમાં કોરોના સંક્રમણે માઝા મૂકતા ખાનગી હોસ્પિટલોને પણ કોરોનાની સારવાર માટે મંજૂરી આપવામાં આવતા શહેરની કુલ 13 ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરવામાં આવી રહી છે. કુલ 13 હોસ્પિટલમાં 481 પથારી છે. પરંતુ કોરોના કેસનો રાફડો ફાટતા ખાનગી હોસ્પિટલમાં 94 બેડ ખાલી રહ્યા છે. જામનગરમાં કોરોના સંક્રમણ કેટલી હદે કાબૂ બહાર ગયું છે એ બાબતનો આના પરથી ખ્યાલ આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments