જામનગર : મહિલા કોર્પોરેટની એક અનોખી પહેલ , “સીમાપ્રહરીને નામ એક રાખડી” કાર્યક્રમ નું આયોજન

0
62
જામનગરના મહિલા કોર્પોરેટની એક અનોખી પહેલ આપણા “સીમાપ્રહરીને નામ એક રાખડી” નામના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જામનગરની માહિલા સંસ્થાઓ તેમજ મહિલાઓ દવારા ભારતના વીર સપૂતોને રાખડી તેમજ બહેનોનો સ્નેહભીનો આશીર્વાદ વરસાવતો પત્ર લખી મોકલવામાં આવ્યા અને  આ મહિલા કોર્પોરેટર દવારા સૈનિકો પ્રત્યે જણાવ્યાયું કે  આપણા સીમાપ્રહરીને રાખડી મોકલવા માં કેન્દ્ર સ્થાને કંઇ હોય તો તે તેમના પ્રત્યે આપણી લાગણી છે.
રાખડીના મૂલ્યનું દેખાવનું કે પછી જથ્થાબંધ સંખ્યાનું ઝાઝું મહત્વ નથી. સરહદ સુધી આપણે ભલે પ્રત્યક્ષ પોંચી ન શકીએ, પણ સરહદ પર તૈનાત દેશના સપૂતો સુધી આપણો આદર – પ્રેમ રાખડી સાથે પત્રના માધ્યમથી તો ચોક્કસ પહોંચાડી શકીએ. આવા દેશ ના સપૂતોને પ્રોત્સાહન આપવા એ આપણી નૈતિક ફરજ છે.
બાઈટ : ડિમ્પલ રાવલ કોર્પોરેટર વોર્ડ.૫
જામનગર ના મહિલા કોર્પોરેટર દ્વારા રાખડી મોકલવા તેમજ સંદેશો લખવા માટે  શેખરમાધવાણી હોલ તળાવ ની પાળ ની ઢાળીયા પાસે એક અનોખા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શહેરની મહિલા સંસ્થાઓ તેમજ મહિલાઓનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો.
બાઈટ : ડો.સ્વાતિ મહેતા
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here