- Advertisement -
સોળ વર્ષના વનવાસ બાદ જામનગરમાં રામકથા રૂપી મોરારિબાપુનો પ્રેમયજ્ઞ ફરી શરુ થવાનો મોરારીબાપુના મુખે રામકથા એટલે ભજન , ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ .
મોરારીબાપુની રામકથા એટલે સત્ય , પ્રેમ , કરુણાની ત્રિવેણી . “ અતુલ પરિવાર દ્વારા આ સેવાયજ્ઞનું આયોજન કરાયું છે . તા . ૦૭ / ૦૯ / ૨૦૧૯ થી ૧૫ / ૦૯ / ૨૦૧૯ દરમ્યાન સમર્પણ હોસ્પિટલ સામે , દ્વારકા રોડ , જામનગર ખાતે આ કથા યોજાશે .
છેલ્લે જામનગરને આંગણે મે – ૨૦૦૩ માં પૂ . મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવેલ હતું . હવે ૧૬ વર્ષના લાંબા વિરામ બાદ સપ્ટેમ્બર મહિનામાં પુનઃ જામનગરની પ્રજાને ભક્તિ સાથે ભજન – ભોજન માણવાનો અવસર આવી પહોંચ્યો છે .
આ કથાનું આયોજન રામકથા – સમિતિ જામનગર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ટુંક સમયમાં જ સમિતિમાં શહેરના શ્રેષ્ઠીઓના સંયોજન સાથે રામકથાના આયોજનને સાકાર કરવામાં આવશે .
રામકથા પૂર્ણ થયે દરરોજ તમામ ભકતો માટે પ્રસાદનું આયોજન પણ રાખવામાં આવ્યું છે . આ કથા લોકો માટે , લોકો દ્વારા યોજાશે . સમગ્ર નગરજનોને પોતાની રામકથા સાંભળવાનો અનેરો અવસર પ્રાપ્ત થશે .
એટલે સમગ્ર હાલારની પ્રજા રામકથારૂપી પ્રેમયજ્ઞમાં ઉત્સાહભેર સહભાગી બને અને રામકથાનું રસપાન કરે અને ભજન તથા ભોજનપ્રસાદનો લાભ લે તેવા એકમાત્ર ઉદ્દેશથી કથાનું આયોજન કરવામાં આવ્યું છે .
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર