જામનગર : દારૂના કેસમાં ફરિયાદીનું નામ નહીં ખોલવા મહિલા PSIએ 50 હજારની લાંચની માંગણી કરી

0
25

જામનગર:શહેરના શેઠ વડાળાનો રહીશ દારૂના કેસમાં પકડાયો હતો. જે કેસમાં ફરિયાદીનું નામ ન ખોલવા માટે મહિલા PSI વિરલબેન આરજણભાઈ ચાડેરા અને મહાવીરસિંહ નિરૂભા જાડેજાએ રૂ. 50 હજારની લાંચ માંગી હતી. જેથી ACBની ટીમે છટકાનું આયોજન કર્યું હતું.

પરંતુ કોઈ કારણોસર બંનેને શંકા જતા તેઓ લાંચની રકમ સ્વીકારવા માટે આવ્યા ન હતા. તેમજ ફોન પણ બંધ રાખ્યો હતો. જેથી છટકાનું આયોજન નિષ્ફળ ગયું હતું. જો કે સમગ્ર મામલે ACBની ટીમે તપાસ કરતાં આ બંને આરોપીઓએ લાંચની માંગણી કરી હોવાનાં પુરાવા મળ્યાં હતા. જેથી લાંચની માંગણીના ગુનામાં બંને વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here