Thursday, February 22, 2024
Homeજામનગર : જી.જી. સરકારી હોસ્પિટલ ખાતેનાં મેડીસીન વિભાગમાં નવાં ૧૮-બેડ નાં ICCU...
Array

જામનગર : જી.જી. સરકારી હોસ્પિટલ ખાતેનાં મેડીસીન વિભાગમાં નવાં ૧૮-બેડ નાં ICCU કાર્યરત કરાયા

- Advertisement -
બુધવારેનાં રોજ ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ, જામનગર ખાતે નવા સીફટ કરવામાં આવેલ મેડીસીન વિભાગ (નવા બીલ્ડીંગ ) ખાતે ૧૮-બેડ ની ક્ષમતા વાળા નવાં ICCU ની સુવિધા કાર્યરત કરવામાં આવેલ છે.
જી.જી. હોસ્પીટલના નવા બનેલા બીલ્ડીંગની ૧ વર્ષ પહેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીસાહેબનાં હસ્તે જે નવી ૭૦૦ પથારી હોસ્પિટલ બિલ્ડીંગનું અનાવરણ કરવામાં આવેલ હતું તે બિલ્ડીંગમાં ૪થા માળે ઉપરોક્ત સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આ જ બિલ્ડીંગમાં ૯માં માળે ૨૦-બેડની ક્ષમતા વાળું ડાયાલીસીસ યુનિટ પણ કાર્યરત થયેલ છે.
જુની બિલ્ડીંગમાં રહેલ ૧૦-બેડનું ICCU જે કાર્યરત હતું. તેની ક્ષમતા વધારી ૧૪-બેડ ની કરેલ છે કે જે હવેથી ICU તરીકે કામ કરશે તેમજ મેડીસીન વિભાગમાં સુપર સ્પેશ્યાલીસ્ટ તજજ્ઞો ની સેવા CM SETU યોજના અંતર્ગત ચાલું કરેલ છે….
સુપર સ્પેશ્યાલીસ્ટ / સ્પેશ્યાલીસ્ટ તબીબો નીચે મુજબની વિગતે સેવાઓ અપશે.
(૧) ડો. વિરલ વ્યાસ – ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ – ઓ૫ીડીના દિવસો – સોમવાર, બુધવાર અને ગુરૂવાર – સમય – સાંજે – ૪ થી ૬ ઓપીડી રૂમ નં. ૧૯ ખાતે મળશે.
(ર) ડો. પુજન શાહ – કાર્ડીઓલોજીસ્ટ- દર મહીનાના ચોથા શનિવારે સેવાઓ આ૫શે. સવારે – ૯ થી ૧૨ વાગ્યા સુધી. જુના ટીઅમટી રૂમ ખાતે મળી શકાશે.
(૩) ડો. જયરામ પ્રજાપતી – કાર્ડીઓલોજીસ્ટ – દર બુધવારે મળી શકાશે. ઓ.પી.ડી. સમય – ૧૦ થી ૧ જુના ટીઅમટી રૂમ ખાતે મળશે.
(૪) ડો. જય શાહ – ન્યુરોફિઝીશ્યન – સોમવાર, બુધવાર અને ગુરૂવાર -સમય સાંજે ૪ થી ૬ સુધી. મેડીસીન વિભાગ ખાતે મળશે.
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular