Tuesday, September 21, 2021
Homeછોટી કાશી ગણાતા જામનગરમાં ઠેર-ઠેર ગુરુપૂર્ણિમાની ભાવભેર ઉજવણી
Array

છોટી કાશી ગણાતા જામનગરમાં ઠેર-ઠેર ગુરુપૂર્ણિમાની ભાવભેર ઉજવણી

છોટી કાશી ગણાતા જામનગરમાં ગુરુપૂર્ણિમા નિમિતે ખીજડામંદિર, કબીર આશ્રમ , આણદાબાવા આશ્રમ સહિતના ધર્મસ્થાનોમાં આજે ગુરૂપૂજન ના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકોએ ગુરૂપૂજન કરી ધન્યતા અનુભવી હતી.

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે છોટી કાશી ગણાતા જામનગરમાં પ્રણામી ધર્મની આધ્યપીઠ શ્રી ૫ નવતનપૂરીધામ ખીજડામંદિરમાં આચાર્યશ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજની નિશ્રામાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સુંદરસાથ ભાવિકોએ ગુરૂપૂજન કર્યું હતું અને આશીર્વાદ મેળવ્યા હતા.

જામનગર શહેરમાં લીમડાલેન વિસ્તારમાં આવેલ આણદાબાવા આશ્રમમાં સવારથીજ ભાવિકોએ કતારો લગાવી હતી અને આણદાબાવા આશ્રમના મહંતશ્રી દેવીપ્રસાદજી ના આશીર્વાદ મેળવ્યા હતા.

કબીર પંથની ગુરૂગાદીનું ટ્રસ્ટીઓ અને ભાવિકોએ ગુરૂપૂજન કર્યું હતું. ત્યાર બાદ ઉપસ્થિત ભાવિકોએ  કબીર આશ્રમ ના બ્રહ્મલીન રામસ્વરૂપદાસજી મહારાજ અનેેેે જગદીશ સાહેબની પ્રતિમાને પુષ્પો અર્પણ કરી ગુરુવંદના કરી હતી.

રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments